Latest

Saturday, October 26, 2019

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પરત ફર્યો આ એક્ટર, ટીમે અનોખા અંદાજમાં કર્યું વેલકમ

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ હાલમાં 3000 એપિસોડ પૂરા કર્યા છે અને તે સતત દર્શકોને ભરપૂર મનોરંજન પીરસી રહ્યો છે. શોના દરેક એપિસોડમાં કોઈને કોઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. શોમાંથી ક્યારેક કોઈની એક્ઝિટ થઈ જાય તો ક્યારેક કોઈની રિ-એન્ટ્રી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શોમાં અખિલેશનો રોલ પ્લે કરતો અલી હસન પણ આમાનો જ એક્ટર છે. અખિલેશને તેની પત્ની સુલેખા સાથે પોતાના આડાસંબંધોના કારણે ઝઘડો થયા બાદ તે ઘર છોડી જતો રહ્યો હતો તેવું શોના પ્લોટમાં દર્શાવાયું હતું. જો કે તે હવે સેટ પર પરત ફર્યો છે.

શોમાં કાર્તિકનો રોલ પ્લે કરી રહેલા મોહસિન ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની સાથેની તસવીર શેર કરી છે. જેમાં તેના કેપ્શનમાં ફેમસ ડાયલોગ લખ્યો છે, ‘યે કૌન હૈ જિસને મુજે મુડકર નહીં દેખા’. તેણે જે બીજી સ્ટોરી શેર કરી છે તેમાં ટીમના બાકીના સભ્યો પણ જોવા મળી રહ્યા છે અને લખ્યું છે કે, ‘Who Is Back’.

અખિલેશનો રોલ પ્લે કરી રહેલો એક્ટર અલી હસન સેટ પર પરત ફર્યો છે ત્યારે ફરીથી તેની સ્ટોરી જોવા મળશે તેમ લાગી રહ્યું છે.

શું ખરેખર 22 જાન્યુઆરીએ આલિયાના લગ્ન છે? એક્ટ્રેસ આપ્યું આવું રિએક્શન



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/31JYg1H

No comments:

Post a Comment

Pages