Latest

Sunday, October 27, 2019

બિગ બીએ ફેન્સને પાઠવી દિવાળીની શુભેચ્છા, શેર કરી બે Unseen તસવીરો

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસ એક્ટિવ રહે છે. કોઈ ફિલ્મના વખાણ કરવાના હોય કે પછી ફેન્સને તહેવાર પર શુભેચ્છાઓ પાઠવવાની હોય તેઓ દરેક બાબતોમાં બાકી એક્ટર્સ કરતાં ઘણા આગળ રહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હાલમાં જ બિગ બીએ ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવતા પોતાની બે જૂની તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં તેઓ એક બાળકી સાથે ફુલકણી કરતાં જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં તેઓ જયા બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે.

તસવીરોને શેર કરીને સુપરસ્ટારે લખ્યું છે કે, ‘દિવાળીને ખૂબ-ખૂબ શુભેચ્છા. સુખ, શાંતિ, સમૃદ્ધ, સદા’ તેમણે આગળ લખ્યું છે કે આને બધા અભિનંદનના રૂપમાં સ્વીકાર કરે. વ્યક્તિગત રીતે બધાને જવાબ આપવાનું શક્ય નથી.

થોડા દિવસ પહેલા બિગ બીએ પોતાનો 77મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેઓ પોતાના ઘર પર બધાને દિવાળીની ગ્રાન્ડ પાર્ટી આપી શકે છે.

કરીનાથી આલિયા સુધી, બ્રેકફાસ્ટમાં આ ફૂડ્સ ખાય છે બોલિવૂડ એક્ટ્રેસ

 



from Page Array – I Am Gujarat https://ift.tt/32SrSeH

No comments:

Post a Comment

Pages