Latest

Sunday, November 17, 2019

17 નવેમ્બર જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

આજે ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણનો જન્મદિવસ છે. યુસુફ પઠાણ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ વર્ષે બે પરસ્પર વિરોધી ગ્રહ તમારા આવક-જાવક સ્થાનના સ્વામી છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં કાર્યક્ષેત્રે ઘણા ફેરફાર આવશે. ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વ્યસ્ત અને ગંભીર થઈને કામ પર ધ્યાન આપવું પડશે. એપ્રિલ 2020માં ઘરેલુ સુખના પ્રબળ યોગ છે.

મે મહિનામાં આર્થિક સ્તર ઊંચું આવશે. જૂનમાં ફરીથી સંઘર્ષમય સ્થિતિમાંથી બહાર નીકળવાની તક મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટેન્શનવાળું કામ ફટાફટ થઈ જતાં આશ્ચર્ય થશે. નવા વિચાર અને કાર્યક્રમ લાભદાયી હશે. નવેમ્બરમાં અગાઉ કરેલા કાર્યોનું શ્રેષ્ઠ પરિણામ મળશે.

મહિલાઓ માટે ઘરેલુ કષ્ટ દૂર કરનારું વર્ષ છે. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા અને વડીલોની વાત માનીને જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ. સારા પરિણામ માટે ચાંદીના પતરાના 1-1 ઈંચના આઠ ચોરસ ટુકડા રવિવારે પીપળાના મૂળમાં મૂકી દેવા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2XsPbKk

No comments:

Post a Comment

Pages