Latest

Tuesday, November 19, 2019

જન્મદિવસ 19 નવેમ્બર વાર્ષિક રાશિફળઃ આ ઉપાયથી અટવાયેલા નાણાં છૂટા થશે

આજે દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી અને બોલીવુડ એક્ટ્રેસ તેમજ મિસ યૂનિવર્સ રહેલી સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ છે. તેમને અને અન્ય વાચકો કે જેમનો આજે જન્મ દિવસ હોય તે તમામને iamgujarat.com તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

નવું વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. નવેમ્બરના બાકીના દિવસોમાં રાજકિય ક્ષેત્રે લાભ થઈ શકે છે. ડિસેમ્બરમાં ગ્રહચાલ મધ્યમ રહેશે, ગુપ્ત શત્રુના ષડ્યંત્રથી બચવું. જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2020ના સુધીનો સમય પૂર્વપેક્ષા શુભ રહેશે. વ્યયથી વધારે લાભ થશે. કુશળ જાતકોના ભાગ્યનો ઉદય થવાનો છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં સફળતાઓ તમારી સામે આવીને ઉભી રહેશે. મેથી જૂન સુધીના કેટલીક તકલીફો તમને પરેશાન કરી શકે છે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો આ વર્ષ જુલાઈમાં પોતાના કામકાજને વિસ્તારી શકે છે. જે જાતકો નોકરી-ધંધો કરે છે, તેમને મનોવાંચ્છિત જગ્યા પર બદલાવ પણ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં જોવા મળશે.

ઓક્ટોબરથી લઈને નવેમ્બર 2020 સુધીમાં પરિસ્થિતિઓ સુખદ રહેશે. મહિલાઓ માટે વર્ષ લાભદાયી રહેવાનું છે. મંગળ તમારી રાશિમાં અનુકૂળ નથી માટે નિત્ય રાત્રી 8 વાગ્યે 40 મિનિટ સુધી શ્રીસુંદરકાંડ પાઠ કરવાની સાથે શુદ્ધ ધૃતનો દીવો કરવો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2NXCNyM

No comments:

Post a Comment

Pages