આજે સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ના ‘રમણ ભલ્લા’ એટલે કે જાણીતા ટીવી એક્ટર કરણ પટેલનો જન્મદિવસ છે. આ ઉપરાંત બોલિવુડ પ્રોડ્યુસર સાજિદ ખાનનો જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટીઝ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
બુધ તથા સૂર્ય તમારા વર્ષના સ્વામી ગ્રહ બની રહ્યા છે. જીવ સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથા સપ્તમ કેંદ્રમાં બિરાજમાન છે. નવેમ્બર 2019ના અંત સુધીમાં કેટલાક હિતેચ્છુઓ હંમેશા તમારી પડખે રહેશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિખેરાયેલી શક્તિઓને એકત્રિત કરી શકશો.
ફેબ્રુઆરી-માર્ચ 2020માં કેટલાક શુભ પ્રસંગો આવવાથી આનંદનો માહોલ રહેશે. એપ્રિલથી મે સુધી કામ-ધંધાના નવા રસ્તા ખુલશે. જૂનમાં વ્યવસાયની સ્થિતિ સુધરશે. જો તમે નોકરી કરતા હોય તો જુલાઈમાં સ્થિતિ સાનુકૂળ રહેશે. ઓગસ્ટ મહિનામાં પરિવારની જવાબદારીઓ પૂરી થશે. શિક્ષણ, જ્ઞાન-વિજ્ઞાનમાં વધારે રૂચિ રહેશે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરના અંત સુધી કામકાજમાં આવતા વિઘ્નો દૂર થશે. મહિલાઓ માટે આ વર્ષ આર્થિક પક્ષ મજબૂત કરનારું સાબિત થશે. નવેમ્બર 2020માં વિદ્યાર્થીઓને સામાન્ય મહેનતથી જ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/33dp37a
No comments:
Post a Comment