Latest

Sunday, November 24, 2019

24 નવેમ્બર જન્મદિવસ રાશિફળ: આ વર્ષે પરેશાનીઓથી રાહત મળશે

આજે જાણીતા સ્ક્રિન રાઈટર, પ્રોડ્યુસર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જન્મદિવસ છે. સલીમ ખાન ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસની શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ વર્ષે શનિ-મંગળ-શુક્રનો વિશેષ પ્રભાવ તમારા વર્ષફળ પર પડશે. આ વર્ષ અત્યંય શુભ ફળ આપવાનું છે. તેમ છતાં થોડી બેદરકારીના લીધે ગુપ્ત શત્રુ સક્રિય થઈને તમને પરેશાનીમાં મૂકી શકે છે. નવેમ્બરના બાકીના દિવસોમાં કોઈ મહિલાની મદદ મળશે. ડિસેમ્બરમાં નિયમિત કાર્યક્રમમાં બદલાવ લાવવાથી યથોચિત લાભ થશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020માં સંતાન પક્ષની ચિંતાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

માર્ચ અને એપ્રિલ મહિનામાં તમારા અટકેલા કાર્યો થોડી મુશ્કેલીઓ અને ખર્ચ બાદ પૂરા થશે. જુલાઈથી ઓગસ્ટના અંત સુધીમાં સાર્થક યાત્રા અને પર્યટનનો યોગ છે. સપ્ટેમ્બરમાં જ્ઞાન અને મનોરંજન પાછળ ખર્ચો કરવો સુખદ સાબિત થઈ શકે છે. જેથી તમારો કંટાળો દૂર થાય અને આસપાસના લોકોનું મન પરોવાયેલું રહેશે.

ઓક્ટોબરમાં વિદ્યાર્થીઓને સાધારણ પરિશ્રમથી ઉચ્ચ સફળતા પ્રાપ્ત થશે. ઘણા સંઘર્ષ બાદ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. આ વર્ષે ભાગ્ય ધીરે-ધીરે તમારો સાથ આપશે. વધતી આર્થિક મુશ્કેલી પર નિયંત્રણ આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/34hqKBV

No comments:

Post a Comment

Pages