આજે જાણીતા સિંગર અને મ્યુઝિક કંપોઝર એ.આર. રહેમાનનો જન્મદિવસ છે. એ.આર. રહેમાન ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસની હાર્દિક શુભકામના. જાણો, આજે જન્મેલા જાતકોના આગામી વર્ષ માટે શું ભવિષ્યવાણી કરવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
આ વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ 30 જાન્યુઆરી સુધી તમારા માટે વિશેષ પરિશ્રમ ઉજાગર કરનાર સાબિત થશે. જ્યારે ફેબ્રુઆરીમાં બૌદ્ધિક પ્રયાસોથી સારી સફળતા મળશે. માર્ચથી એપ્રિલ સુધી કેટલાક જાતકોને આકસ્મિક ધન લાભ થશે.
મે, જૂનમાં નજીક કે દૂરની ધાર્મિક યાત્રા કે વિદેશ પ્રવાસનો યોગ છે. જુલાઈ, ઓગસ્ટમાં મંગળ ગ્રહ તમારા માટે કર્મ ક્ષેત્ર અને વ્યય પર હાવી રહેશે. સપ્ટેમ્બરમાં નવા વેપારિક કાર્યોનું આયોજન કરશો. ઓક્ટોબરના અંત સુધીમાં મોટાભાગના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. પુરુષાર્થ કરવાથી સફળતા મળશે.
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારી સફળતા અપાવનારું સાબિત થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધી અવિવાહિતો માટે વિવાહનો યોગ છે. સારા પરિણામ માટે હનુમાનજીની પૂજા અને મંગળવારનું વ્રત હિતકારી સાબિત થશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2unm94f
No comments:
Post a Comment