સલમાન ખાને ઘણીવાર સમજાવ્યા છતાં બિગ બોસ 13ના કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઝઘડાઓ ઓછા નથી થઈ રહ્યા. કન્ટેસ્ટન્ટ્સ બધી સીમાઓ રેખા ઓળંગીને એકબીજાને ગાળો આપી રહ્યા છે. આટલું જ નહીં ઝઘડામાં પરિવારને પણ વચ્ચે લાવી રહ્યા છે અને ટાર્ગેટ કરી રહ્યા છે. આ વખતના વીકએન્ડ કા વારમાં સલમાનનો પારો ફરીથી ચડેલો જોવા મળશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
બિગ બોસના કન્ટેસ્ટન્ટ્સની વચ્ચે ટાસ્ક, ઘરના કામ, રોટલી બનાવવાથી લઈને દરેક બાબતોમાં બબાલ થઈ રહી છે. તેમની આવી હરકતોથી દબંગ ખાન ફરી તેમને ફટકાર લગાવતો જોવા મળશે. વીકએન્ડ કા વારનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાનને જોતા જ કન્ટેસ્ટન્ટ્સ તેને હેપ્પી ન્યૂ યર કહે છે, જેમાં જવાબમાં સુપરસ્ટાર કહે છે કે, ‘ક્યાંનું હેપ્પી ન્યૂ યર. અસીમ તે સિદ્ધાર્થના પિતાને ‘Cry Baby’ કેમ કહ્યા. તને ખબર છે તેના પિતા ક્યા છે’. અસીમે કહ્યું ‘હા, તેઓ આ દુનિયામાં રહ્યા નથી’. સલમાને કહ્યું ‘તો પછી, તેમને ટાર્ગેટ કરવાનો શું મતલબ છે. અસીમ તું અત્યારે લોકોને ખૂબ જ ઈરિટેટ કરી રહ્યો છે’.
આ સિવાય સિદ્ઘાર્થ શુક્લાને કહ્યું, ‘તું ગુસ્સામાં તમામ હદો પાર કરી રહ્યો છે. ગુસ્સામાં તારી રિયલ પર્સનાલિટી બહાર આવે છે’.
જે બાદ સલમાન રશ્મિ પર પણ ગુસ્સે થતો જોવા મળ્યો. તેણે કહ્યું કે, ‘રશ્મિ તું કેમેરા મેનને ટોન્ટ મારે છે. જો તને લાગે છે કે અમે તને શોમાં ઓછી દેખાડી રહ્યા છીએ અને તારી નેગેટિવ ઈમેજ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો તું ઘર બહાર જઈ શકે છે’ બાદમાં સલમાને બિગ બોસને રશ્મિ માટે ઘરનો દરવાજો ખોલી નાખવા માટે પણ કહ્યું. રશ્મિ દેસાઈ ઘરની બહાર જાય છે કે નહીં તે આજના એપિસોડમાં જોવા મળશે.
વીકએન્ડ કા વારમાં દર્શકોને મનોરંજન પણ ભરપૂર મળી રહેશે. કારણ કે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ અજય દેવગણ અને કાજોલ તેની અપકમિંગ ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’નું પ્રમોશન કરવા માટે મહેમાન બનીને આવવાના છે. જ્યાં ત્રણેય સ્ટેજ પર મસ્તી કરતા જોવા મળશે.
સારા અલી ખાન અને અમૃતા સિંહે માણી મસ્તીભરી જેટ સ્કી રાઈડ
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2uhLgFE

#bb13 #voot #biggboss13 #biggboss13updates #biggbosskhabri #biggbossjasoos #biggboss #asimriaz #sidharthshukla #artisingh #mahirasharma #paraschhabra #shefalizariwala #shefalibagga #sana #shehnazgill #himanshikhurana #bhau #hindustanibhau #vishaladityasingh #devoleena #madhurimatuli #asimanshi #sidnaaz #virima #parasmahira #rashmi @realsidharthshukhala @imrashamidesai @shehnazgill_official @iamhimanshikhurana @asimriaz77.official @paraschabrabb13 @officialmahirasharma @shefalibaggaofficial @shefalizariwala_ @madhurimatuli @vishalsingh713 #WeekendKaVaar
No comments:
Post a Comment