Latest

Tuesday, February 11, 2020

દિલ્હી ચૂંટણી પરિણામઃ આજે આવશે પરિણામ, ફરી એકવાર કેજરીવાલ કે પછી ભાજપ

દિલ્હીમાં મતદાન સંપન્ન થઈ ગયું અને હવે આજે પરિણામ આવશે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં ખુબ જોર લગાર્યું અને દિવસ-રાત પ્રચાર કર્યો હતો. ચૂંટણી બાદ ઘણી મીડિયા ચેનલોએ એક્ઝિટ પોલ જાહેર કર્યાં છે, જેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાછળ જોવા મળી રહી છે તો કોંગ્રેસ તો મુકાબલામાંથી બહાર છે. પરંતુ તમામ પાર્ટીઓ પોત-પોતાની જીતનો દાવો કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ ચૂંટણી વિવાદિત નિવેદનોને લઈને પણ યાદ કરવામાં આવશે. પાર્ટી નેતાઓએ ચૂંટણી જીતવા માટે દરેક તરબીક અજમાવી જેથી તેને રાજકીય લાભ મળી શકે. આ દરમિયાન ઘણા વિવાદિત નિવેદન સામે આવ્યા જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને નેતાઓને નોટિસ ફટકારી હતી. શાહીન બાગ અને નાગરિકતા સંશોધિત કાયદા જેવા મુદ્દા પણ ચૂંટણી દરમિયાન છવાયેલા રહ્યાં, તો પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ હતી.

એક્ઝિટ પોલ આપની તરફેણમાં

દિલ્હી વિધાનસભા ચૂંટણી લઈને કરવામાં આવેલા એક્ઝિટ પોલથી ખ્યાલ આવે છે કે આમ આદમી પાર્ટી એકવાર ફરી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પહેલા કરતા સારી થતી જોવા મળી રહી છે પરંતુ તે સત્તા પર બેસવા માટે પૂરતી નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે દાયકાથી રાજધાનીની સત્તાથી દૂર છે.

ભાજપે કર્યો જીતનો દાવો

રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા ભારતીય જનતા પાર્ટીને હજુ પણ જીતની આશા છે. એક્ઝિટ પોલના દાવાને નકારતા ભાજનના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, અમને દિલ્હીમાં 48 સીટ મળશે. મનોજે દાવો કર્યો કે એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પડે છે, અમે પંજાબમાં આમ થતું જોયું છે. આ પહેલા મતદાન વાળા દિવસે મીડિયાને તેમણે કહ્યું હતું કે, ‘મારી સાથે જ્યારે મારા માતાના આશીર્વાદ છે તો બધુ યોગ્ય હશે. મને લાગે છે કે અમે 50થી વધુ સીટ જીતીશું અને દિલ્હીમાં સરકાર બનાવીશું. અહીં કમળ ખિલશે.’

ચૂંટણીમાં 60 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે સમાપ્ત થયેલા મદતાનમાં 62 ટકાથી વધુ મતદાન થયું હતું. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો માટે ભારે સુરક્ષા વચ્ચે સવારે 8 કલાકે શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થયું હતું. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવારો મેદાનમાં હતા. દિલ્હીમાં કુલ 1.47 કરોડ મતદાતા નોંધાયેલા હતા. મહત્વનું છે કે દિલ્હીમાં 2015માં થયેલી ચૂંટણીમાં 67.12 ટકા મતદાન થયું હતું.

2015માં AAPએ બધાના સૂપડા કર્યા સાફ

2015માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર 3 સીટ મળી હતી. તો કોંગ્રેસનું ખાતું ખાલી રહ્યું હતું.

Video: ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે કહ્યું ‘દરેક ચૂંટણી એક ક્રિકેટ મેચ હોય છે’



from Page Array – I Am Gujarat https://ift.tt/2tLYcDH

No comments:

Post a Comment

Pages