Latest

Saturday, April 25, 2020

વિકી કૌશલની સોસાયટીમાં 11 વર્ષની છોકરીએ કોરોનાને હરાવ્યો, એક્ટરે શેર કર્યો વિડીયો

વિકી કૌશલની સોસાયટીમાં છોકરીએ કોરોનાને હરાવ્યો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રોજ લોકડાઉન દરમિયાનના કામની જાણકારી શેર કરે છે. આ દરમિયાન તે પોતાના ઘર પર ટાઈમપાસ માટે શું કરી રહ્યો છે, આ પોસ્ટ પણ શેર કરી હતી. હવે તેણે એક વિડીયો શેર કર્યો છે. જે તમારું દીલ જીતી લેશે. આ સાથે જ વિકી કૌશલ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એક્ટરે છોકરીનું સ્વાગત કરતો વિડીયો પોસ્ટ કર્યો

વિકી કૌશલે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે તેની સોસાયટીમાં જે 11 વર્ષની છોકરીને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું તે હવે સાજી થઈને પાછી આવી ગઈ છે. સોસાયટીમાં આવતા જ લોકોએ તેના સ્વાગતમાં તાળીઓ પાડી હતી. આ સાથે વિકી કૌશલે કેપ્શન લખ્યું, એક ઉદાસ દિવસ પર સૂર્યના કિરણની જેમ, અમારી લિટલ વોરિયર પાછી આવી.

કોરોના સામેની લડાઈમાં આપ્યું 1 કરોડનું દાન

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસ સામેની જંગમાં ફિલ્મ સ્ટાર્સ પોતાનો સહયોગ આપી રહ્યા છે. આ જ ક્રમમાં હવે વિકી કૌશલનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે પીએમ કોર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષમાં 1 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.

15 જાન્યુઆરીએ રિલીઝ થશે આગામી ફિલ્મ

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લી વાર ‘ભૂત પાર્ટ વનઃ ધ હન્ટેડ શિપ’માં જોવા મળ્યો હતો. એક્ટરની અપકમિંગ ફિલ્મોમાં ‘સરદાર ઉધમ સિંહ’ અને ‘તખ્ત’ સામેલ છે. ‘સરદાર ઉધમ સિંહ’ આગામી વર્ષે 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. જ્યારે મલ્ટીસ્ટારર તખ્તની રિલીઝ ડેટ સામે આવી નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/3bCgwzV

No comments:

Post a Comment

Pages