કોરોનાની લડતમાં મુંબઈ પોલીસની મદદે ‘ખેલાડી કુમાર’

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર માત્ર પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ ઉદારતા માટે પણ જાણીતો છે. જ્યારે પણ સમસ્યા સામે આવે છે અક્ષયે હંમેશા દિલ ખોલીને ડોનેશન આપ્યું છે. પાછલા મહિને કોરોના વાયરસ માટે બનેલા PM કેર્સ ફંડમાં અક્ષયે 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ બાદ તેણે કોરોના વાયરસ સામે લડવા માટે BMCને 3 કરોડ રૂપિયા આપ્યા. હવે ખબર છે કે અક્ષયે મુંબઈ પોલીસને પણ સારું એવું ડોનેશન આપ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મુંબઈ પોલીસને દાન કર્યા 2 કરોડ રૂપિયા
Mumbai Police thanks @akshaykumar for contributing Rs. 2 Crore to the Mumbai Police Foundation. Your contribution will go a long way in safeguarding the lives of those who are committed to safeguarding the city – the men and women of Mumbai Police!#MumbaiPoliceFoundation
— CP Mumbai Police (@CPMumbaiPolice) April 27, 2020
મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપી છે. સોમવારે તેમણે જણાવ્યું કે, અક્ષયે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, ‘મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં 2 કરોડ રૂપિયા આપવા માટે મુંબઈ પોલીસ અક્ષય કુમારની આભારી છે. તમારો સહયોગ મુંબઈ પોલીસની તે મહિલા અને પુરુષોની સુરક્ષા કરશે જે મુંબઈ પોલીસની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.’
પોતાના ફેન્સને પણ દાન કરવાની કરી અપીલ
I salute @MumbaiPolice headconstables Chandrakant Pendurkar & Sandip Surve, who laid their lives fighting Corona. I have done my duty, I hope you will too. Let’s not forget we are safe and alive because of them
https://t.co/mgJyxCdbOP pic.twitter.com/nDymEdeEtT
— Akshay Kumar (@akshaykumar) April 27, 2020
મુંબઈ પોલીસ કમિશનરના આ ટ્વીટના જવાબમાં અક્ષય કુમારે કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેંડુરકર અને સંદીપ સુર્વેને શ્રદ્ધાંજલિ આપી અને ફેન્સને પોલીસ ફાઉન્ડેશનમાં ડોનેટ કરવાની અપીલ કરી. અક્ષયે લખ્યું, ‘હું મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેંડુરકર અને સંદીપ સુર્વેને સેલ્યૂટ કરું છું જેમણે કોરોનાથી લડત માટે પોતાનો જીવ આપી દીધો. હું મારું કર્તવ્ય પૂરું કરી દીધું છે, આશા છે કે તમે પણ પૂરું કરશો. આપણે આ ન ભૂલવું જોઈએ કે આ લોકોના કારણે જ આપણે સુરક્ષિત છીએ.’
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3eVTNkr
No comments:
Post a Comment