Latest

Thursday, April 30, 2020

રાજ્ય સરકાર COVID-19ની ટેસ્ટિંગ ક્ષમતા વધારશે, રોજ 6,000 લોકોની તપાસ કરવામાં આવશે

કપિલ દવે, ગાંધીનગર: ગુજરાતમાં કોવિડ-19 કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે આગામી બે-ત્રણ અઠવાડિયામાં દૈનિક ટેસ્ટિંગ ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્ય સરકાર પાસે પ્રતિ દિવસ 3700 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. પરંતુ કોરોના મહામારીની સ્થિતિ વણસી રહી છે ત્યારે સરકારે ટેસ્ટિંગ ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સરકારના મહત્વના સૂત્રના જણાવ્યા પ્રમાણે, રાજ્યની તમામ સરકારી કોલેજો જ્યાં કોવિડ-19ના ટેસ્ટ થાય છે તેની ક્ષમતા આગામી 15 દિવસમાં વધારવામાં આવી શકે છે. સૂત્રએ જણાવ્યું, “હાલમાં આપણી ટેસ્ટિંગ ક્ષમતા 3700 ટેસ્ટ પ્રતિ દિવસ છે. જ્યારે આપણે રાજ્યભરમાં 2500થી 2700 ટેસ્ટ રોજ કરીએ છીએ. જો જરૂર પડશે તો રાજ્ય સરકાર 6000 ટેસ્ટ પ્રતિ દિન સુધી સરકારી કોલેજોમાં ટેસ્ટિંગ કેપેસિટી વધારશે.”

કેંદ્રની ટીમે જૂના વાડજ વિસ્તારની મુલાકાત લીધી હતી

સૂત્રનું માનીએ તો સરકારને આશા છે કે, હજી થોડી ખાનગી લેબોરેટરિઓને કોવિડ-19ના ટેસ્ટ કરવાની મંજૂરી મળશે. સૂત્રએ કહ્યું, “ભારત સરકારે લક્ષણો ના દેખાતા હોય તેવા કોરોનાના દર્દીઓને ઘરે જ આઈસોલેટ કરીને તેમની સારવાર કરવાની મંજૂરી આપી છે ત્યારે રાજ્ય સરકાર ટેસ્ટિંગ વધારવા તરફ વિચારી રહી છે. મે મહિનાના મધ્ય સુધીમાં ટેસ્ટિંગ કેપેસિટી 6000 વ્યક્તિ પ્રતિ દિન હશે.”

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 56,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 3,774 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 181 દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 434 લોકો સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં 41,000થી વધુ લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. માત્ર અમદાવાદમાં જ 2500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટમાં કેસની સંખ્યા વધારે છે.

લૉકડાઉનમાં ટ્યૂશન લઈ રહ્યાં હતાં ટીચર, બાળકોએ બોલાવી પોલીસ 😅



from Page Array – I Am Gujarat https://ift.tt/2xoc8FS

No comments:

Post a Comment

Pages