આ ગામડાઓમાં દરવર્ષે કરાશે લોકડાઉન
અવિનાશ પાંડે, મુંબઈઃ જ્યાં લોકો એકબાજુ લોકડાઉનથી પરેશાન છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના અહમદનગરના ગામવાસીઓએ નક્કી કર્યું છે કે તેઓ હવે દરવર્ષે લોકડાઉન લાગુ કરશે. આ ખબર સાંભળવામાં થોડી અટપટી લાગી શકે છે, પરંતુ આ સાચું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
8 દિવસ સુધી ગામમાં તમામ કામ બંધ
કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું અને હવે ધીમે-ધીમે ચરણબદ્ધ રીતે તેને હટાવાઈ રહ્યું છે, પરંતુ લોકડાઉને મહારાષ્ટ્રના અહમદનગરવાસીઓને ઘણા પ્રભાવિત કર્યા છે અને તેની એવી અસર થઈ છે કે નગર પંચાયત સમિતિએ દરવર્ષે આઠ દિવસનું લોકડાઉન રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. અમહદનગર પંચાયત સમિતિના રામદાસ ભોરે જણાવ્યું કે, આ લોકડાઉને અમને પરેશાની જ નથી આપી પરંતુ ઘણુ બધુ શીખવ્યું છે.
ખેતી કામ અને દુકાનો પણ બંધ
કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં આતંક મચાવીને લોકોને ઘરમાં બેસવા મજબૂર કરી દીધા છે. પરંતુ ખેડૂતો આ મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાનું કામ કરી રહ્યા હતા. કોરોના સંકટે શહેર અને ગામના લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આ કારણે જ અહમદનગર પંચાયત સમિતિએ આ નિર્ણય લીધો છે કે હવે ધરતીને પણ થોડો આરામ આપવો જરૂરી છે. આથી 105 ગામના લોકોએ એક મતથી આ પ્રસ્તાવ પસાર કર્યો છે કે દરવર્ષે મે મહિનામાં 8 દિવસ ગામડાઓમાં સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. જેમાં ગામની બધી દુકાનો બંધ રહેશે, સાથે જ ખેડૂતો ખેતીના તમામ કામ બંધ રાખીને લોકડાઉનનું પાલન કરશે.
ગાંધીજીના આ સૂત્રને મનમાં બેસાડ્યું
મહાત્મા ગાંધી પોતાના જીવનકાળમાં ગામડાઓ પર ખાસ ધ્યાન રાખવા અને ‘ગામ તરફ ચલો’ની વાત કરતા હતા પરંતુ ત્યારે તેમની વાતને ગંભીરતાથી નહોતી લેવાઈ. પરંતુ અહમદનગરના ગામલોકોએ ગાંધીજીના આ સૂત્રને પોતાના મનમાં બેસાડી દીધું છે. કોરોના વાયરસના કારણે લોકો શહેરોથી પોતાના ગામમાં પાછા આવ્યા છે અને ખેતીના કામમાં જોડાયા છે. શહેરની ભપકાદાર લાઈફસ્ટાઈમાંથી ગામમાં આવતા લોકોની જિંદગીમાંથી આરામ ગાયબ થઈ ગયો હતો. આ જ આરામ અને સુખને પાછા લાવવા લોકડાઉનનો પ્લાન બનાવાયો છે. આ 8 દિવસોમાં વિકાસ અને તેના પર અલમ કરનારી યોજનાઓ પર કામ કરાશે. લોકોના શ્રમદાન દ્વારા ગામનાા વિકાસ કાર્યો કરાશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3dD0hU5
No comments:
Post a Comment