લોકડાઉન જાહેર કરાતા બે બિગ બજેટ ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ’83’ની રિલીઝ ડેટ પાછળ કરી દેવામાં આવી હતી. આમ જોવા જઈએ તો સ્થિતિ હજુ થાળે પડી નથી પરંતુ મલ્ટિપ્લેક્સે બંનેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. જે મુજબ અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ આ વર્ષે જ દિવાળી પર જ્યારે રણવીર સિંહ સ્ટારર કબીર સિંહની ફિલ્મ ’83’ ક્રિસમસ પર થિયેટરમાં જ રિલીઝ થશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી, જો કે તે સમયે લોકડાઉન જાહેર કરતાં ફિલ્મ મેકર્સે ડેટ પાછળ કરી દીધી હતી. છેલ્લા 3 મહિનાના સમય દરમિયાન ઘણી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે પરંતુ અક્ષયના ફેન્સ ‘સૂર્યવંશી’ થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે હવે રોહિત શેટ્ટીએ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે તેમ કહ્યું હતું.

કબીર ખાનની ફિલ્મ ’83’ની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને તે પણ આ વર્ષના ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે.

નમસ્તે લંડન અને વેલકમ સહિતની ઘણી બધી ફિલ્મોમાં જોડી જમાવ્યા બાદ અક્ષય કુમાર અને કેટરીના કૈફ ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તો બીજી તરફ ’83’માં રણવીર સિંહ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કરશે જ્યારે દીપિકા તેની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, દીપિકા આ ફિલ્મની કો-પ્રોડ્યૂસર છે.
આ જાહેરાત મલ્ટિપ્લેક્સ દ્વારા કરવામાં આવી છે, જો કે, ફિલ્મમેકર્સ અને એક્ટર્સે આ વિશે હજુ સુધી કોઈ વાત કરી નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3iaVEUd
No comments:
Post a Comment