Latest

Monday, June 8, 2020

હજુ સુધી સિદ્ધાર્થ શુક્લાના પ્રેમમાં છે શહનાઝ! ફોટો જોતા જ કરી આવી કમેન્ટ

સિદ્ધાર્થ શુક્લાને હજુ નથી ભૂલી શહનાઝ

આમ તો એવું ઘણીવાર જોવા મળ્યું છે કે રિયાલિટી શોમાં બનેલી જોડી બહાર આવતા જ તૂટી જાય છે, પરંતુ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની વાત જ અલગ છે. આ બંને રિયાલિટી શો ‘બિગ બોસ’માં મળ્યા હતા. અહીંથી જ તેમની દોસ્તી શરૂ થઈ અને પછી સંબંધ દોસ્તીથી આગળ વધ્યો પરંતુ બાદમાં ફરી દોસ્તી પર ખતમ થઈ ગયો. આ જોડીની ફેન ફોલોઈંગ પણ વધારે છે. શહનાઝ તો ઘણીવાર કબૂલી ચૂકી છે કે તે સિદ્ધાર્થને પ્રેમ કરે છે, પરંતુ સિડ માનતો જ નથી. હવે ફરી એકવાર શહનાઝે સાબિત કરી દીધું છે કે તે સિદ્ધાર્થ શુક્લાના પ્રેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ફોટો જોતા જ બોલી- હોટ

પાછલા ઘણા સમયથી સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલને એકબીજા સાથે વાત કરવાની તક નથી મળી. સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી તો તેને જોઈને શહનાઝ પોતાને કમેન્ટ કરતા રોકી ન શકી. આ કમેન્ટ દ્વારા તેણે વાત ન કરી શકવાની બેચેની સાથે સિદ્ધાર્થ માટે પોતાની પસંદ પણ વ્યક્ત કરી દીધી. શહનાઝની આ ક્યૂટ કમેન્ટમાં ઘણા બધા ઈમોજી જોવા મળ્યા.

સિદ્ધાર્થના કર્યા વખાણ

સિદ્ધાર્થનો ફોટો જોઈને શહનાઝે કમેન્ટ કરી, આજે હું પોતાની જાતને કમેન્ટ કરતા રોકી નથી શકતી. કોઈ આટલું ક્યૂટ કેવી રીતે લાગી શકે છે. બિગ બોસમાં મારા વખાણ કરતો હતો, આજે હું કહું છું… કિલર આંખો, વેરવિખેર વાળ અને તારા પિંક હોઠ શું રફ લુક છે યાર… ખૂબ જ હોટ’ શહનાઝની આ કમેન્ટ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. બધા લોકો બસ આ બંનેની કેમેસ્ટ્રી પર જ વાત કરી રહ્યા છે અને આ સાથે જ સોશિયલ મીડિયા પર #SidNaz પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયું હતું.

બિગ બોસમાં જોવા મળી હતી બંનેની બોન્ડીંગ

ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાં સિદ્ધાર્થ અને શહનાઝ વચ્ચે જે બોન્ડીંગ જોવા મળી હતી, તે આજ સુધી કદાચ કોઈ રિયાલિટી શોમાં જોવા નહીં મળી હોય. આ કારણે જ શોના કન્ટેસ્ટન્ટ્સ સાથે આ જોડીની પણ અલગથી ફેન ફોલોઈંગ બની ગઈ હતી. સિદ્ધાર્થ આ શોનો વિજેતા રહ્યો પરંતુ શહનાઝને કલર્સે જ સ્વયંવર શો ઓફર કર્યો હતો.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3dJKwuy

No comments:

Post a Comment

Pages