એક સાંજ પરિવાર સાથે

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાની સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. રિદ્ધિમા કપૂર ખાનદાનની અગાઉ નહીં જોયેલી તસવીરો શેર કરવાથી માંડીને તેની લાઈફની રેગ્યુલર અપડેટ્સ ફોલોઅર્સને આપતી રહે છે. હાલમાં જ રિદ્ધિમાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. જેમાં કપૂર પરિવારના સદસ્યોની સાથે આલિયા ભટ્ટ અને તેનો પરિવાર પણ સામેલ હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રિદ્ધિમા અને નીતૂ કપૂરે વિતાવ્યો પરિવાર સાથે સમય
શનિવારે રાત્રે રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે અને નીતૂ કપૂર પરિવાર સાથે વીકએન્ડની મજા લેતા જોવા મળ્યા. રિદ્ધિમાએ શેર કરેલી તસવીરોમાં આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ, સોની રાઝદાન, નીતૂ કપૂર, નતાશા નંદા, અગસ્ત્ય નંદા, રણબીર કપૂર જોવા મળે છે. રિદ્ધિમાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, “મારો કમ્ફર્ટ ઝોન.”
શાહીન સાથે રિદ્ધિમા

આલિયા ભટ્ટ સાથે રિદ્ધિમાનું સારું બોન્ડિંગ છે એ તો સૌ જાણે છે. પરંતુ રિદ્ધિમાએ હાલમાં શેર કરેલી તસવીરો પરથી આલિયાની બહેન શાહીન ભટ્ટ સાથે પણ રિદ્ધિમાને સારું બોન્ડિંગ છે તે સાબિત થાય છે.
આલિયા, રિદ્ધિમા અને શાહીન
મહત્વનું છે કે, રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ ઋષિ કપૂરનું નિધન થયું ત્યારથી સતત રિદ્ધિમા અને નીતૂની પડખે રહી છે. ઋષિ કપૂરની કેન્સરની સારવાર ન્યૂયોર્કમાં ચાલતી હતી ત્યારે પણ અનેકવાર આલિયા રણબીર સાથે ત્યાં ગઈ હતી. જણાવી દઈએ કે, અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર આલિયા અને રણબીર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આલિયા-રણબીર બહેનો સાથે

રિદ્ધિમાએ એક તસવીર શેર કરી જેમાં રણબીર કપૂર, ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, તેની બહેન શાહીન અને રિદ્ધિમા જોવા મળે છે. આ સેલ્ફીમાં બંને એક્ટર્સનું એકબીજાની બહેનો સાથેનું બોન્ડિંગ દેખાય છે.
આલિયા ભટ્ટની મમ્મી પણ આવી

નીતૂ કપૂરને મળવા અને તેમની સાથે સમય વિતાવવા આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાન પણ આવી હતી. રિદ્ધિમાએ તેમની સાથે પણ તસવીર શેર કરી છે.
નતાશા નંદા સાથે રિદ્ધિમા

રિદ્ધિમાએ ફોઈ રીતુ નંદાની દીકરી નતાશા સાથે પણ તસવીર શેર કરી હતી.
અગસ્ત્ય નંદા

શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય સાથે રિદ્ધિમાએ સેલ્ફી શેર કરી હતી.
રિદ્ધિમા અને દીકરી સમારા

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2UgE86q
#familia
No comments:
Post a Comment