Latest

Friday, June 26, 2020

‘યે રિશ્તા…’માંથી કપાશે શિવાંગી જોશીનું પત્તુ? નવી એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે મોહસિન ખાન!

શિવાંગી જોશીની થશે એક્ઝિટ?

પોપ્યુલર ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ શિવાંગી જોશીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ફેન્સ આતુરતાથી ક્યારે સીરિયલનું શૂટિંગ શરૂ થશે અને ક્યારે ફરીથી તેનું ટેલિકાસ્ટ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, શોમાંથી શિવાંગી જોશીનું પત્તું કપાવાનું છે. એટલે કે ફેન્સને તે શોમાં વધારે સમય જોવા નહીં મળે તેવી શક્યતા છે.

નવી એક્ટ્રેસની થશે એન્ટ્રી?

સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, લોકડાઉન બાગ શોના મેકર્સ કંઈક અલગ પ્લાન બનાવી રહ્યા છે. સ્ટોરી પ્લોટમાં થોડો ફેરફાર કરવામાં આવશે. જે મુજબ શોમાં એક નવા કેરેક્ટરની એન્ટ્રી થશે અને તેના કારણે કાર્તિક અને નાયરા વચ્ચે અંતર વધી જશે. નવા કેરેક્ટરના કારણે ધીમે-ધીમે નાયરાના રોલને હટાવી દેવાશે. જો કે, આ રોલ કઈ એક્ટ્રેસ પ્લે કરશે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે , શોમાં શિવાંગી જોશીની જર્ની જલ્દી ખતમ થઈ જશે. આ સાથે શો નવી સ્ટોરીલાઈન જોડાશે.

મેકર્સ પર નિર્ણય ભારે પડી શકે

શિવાંગી જોશી સીરિયલમાં આકર્ષણનું કેન્દ્ર છે, તેવામાં જો તેની એક્ઝિટ થઈ તો મેકર્સ પર તે ભારે પડી શકે છે. જો કે, આ મામલે શિવાંગી જોશી તેમજ પ્રોડ્યૂસર રાજન શાહીનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

2016માં થઈ હતી એક્ટ્રેસની એન્ટ્રી

અક્ષકા અને નૈતિકની દીકરી તરીકે શોમાં 2016માં શિવાંગી જોશીની એન્ટ્રી થઈ હતી. તેની એન્ટ્રી બાદ 8 વર્ષથી અક્ષરાનો રોલ પ્લે કરી રહેલી હિના ખાને શો છોડ્યો હતો. તે પછીથી કાર્તિક અને નાયરા જ સીરિયલના હીરો-હીરોઈન છે.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3eCcFnN

No comments:

Post a Comment

Pages