Latest

Thursday, June 25, 2020

કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ દીપિકા સિંહની મમ્મી, CM કેજરીવાલનો માન્યો આભાર

દીપિકા સિંહની મમ્મીએ કોરોનાને હરાવ્યો

કોરોના વાયરસના કારણે દેશના લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેની સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સામાન્ય લોકોની જેમ કેટલાક સેલેબ્સનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યાં કેટલાક લોકો હજુ સારવાર લઈ રહ્યા છે તો કેટલાક એવા પણ છે જેઓ કોરોના વાયરસને હરાવીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. થોડા દિવસ પહેલા ‘દીયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલની માતા પણ કોરોનાથી સંક્રમિત થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે, હવે તે સ્વસ્થ થઈ છે અને ઘરે પરત ફરી છે.

એક્ટ્રેસે આપી માહિતી

દીપિકા સિંહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી છે. સાથે જ સપોર્ટ અને પ્રેમ આપવા માટે ફેન્સનો આભાર માન્યો છે. આટલું જ નહીં તેણે અરવિંદ કેજરીવાલનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

ફેન્સ-સીએમ કેજરીવાલનો માન્યો આભાર

દીપિકાએ લખ્યું છે કે, ‘મારી માતા જલ્દી ઠીક થઈ જાય તેવી કામના અને પ્રાર્થના કરવા માટે તમામનો દિલથી આભાર. હવે તે ઘરે આવી ગઈ છે અને સુરક્ષિત છે. તે તમામની આભારી છું જેમણે આ દરમિયાન મને સપોર્ટ આપ્યો. દિલથી આભાર’. આ સાથે તેણે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને વિશાલ સિંહને ટેગ કર્યા છે.

એક્ટ્રેસે માગી  હતી મદદ

જ્યારે એક્ટ્રેસને તેની માતા માટે હોસ્પિટલમાં બેડ મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી હતી. આ દરમિયાન તેણે એક વીડિયો શેર કરીને અરવિંદ કેજરીવાલ પાસેથી મદદ માગી હતી. તેણે કહ્યું હતું કે, ‘મારી મમ્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ રિપોર્ટ હજુ હાથમાં આવ્યો નથી. મારા પિતાને કહ્યું કે, રિપોર્ટનો ફોટો લઈ લો. રિપોર્ટ વગર તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવા મુશ્કેલ છે. મારે 4 વર્ષનો દીકરો છે અને હું મુંબઈમાં છું. તેથી મારું ત્યાં જવું શક્ય નથી. મારી બહેન ફ્લાઈટ દ્વારા તેમના પાસે ગઈ છે. જો કે, તેને પણ મમ્મીના રિપોર્ટ વિશે જાણ નહોતી. મારા મમ્મી-પપ્પા 45 સભ્યોના સંયુક્ત પરિવારમાં રહે છે. મારી દાદીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મારા પિતા શંકાસ્પદ દર્દી છે. તેથી બધાના રિપોર્ટ થવા જરૂરી છે. કેજરીવાલ સર અને દિલ્હી સરકાર પ્લીઝ મને મદદ કરો’.



from Page Array – I Am Gujarat https://ift.tt/2B7HOBc

No comments:

Post a Comment

Pages