અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના થતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોનાના લક્ષણો દેખાયા બાદ શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને ખબર અંતર પૂછ્યા હોવાનું મીડિયા રિપોર્ટના માધ્યમથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 79 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ હાલમાં જ એનસીપીના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ટ્વિટર પર એક પત્ર જાહેર કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. 3 દિવસ પહેલા NCPમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમિયાન તેઓ સતત અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી શક્યતાઓ છે.
જણાવી દઈએ કે શંકરસિહ વાઘેલાને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળતા તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શંકરસિંહને તેમના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. શંકરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના નજીકના લોકોની પણ તપાસ થવાની સંભાવના છે. કારણ કે ચાર દિવસ પહેલા સમર્થકો સાથે બેઠક પણ કરી હોવાનુ જાણવા મળ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2BgXa6r
No comments:
Post a Comment