Latest

Sunday, July 12, 2020

12 જુલાઈ જન્મદિવસ રાશિફળ: શનિવારે આ ઉપાયથી દૂર થશે સમસ્યાઓ

Happy Birthday

આજે નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈનો જન્મદિવસ છે. આ સિવાય બોલિવુડ એક્ટ્રેસ એવલીન શર્માનો પણ જન્મદિવસ છે. આ બંને ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેવું રહેશે વર્ષ?

નવું વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. જુલાઈના બાકીના દિવસોમાં રાજકીય લાભ મળી શકે છે. ઓગસ્ટમાં ગ્રહચાલ મધ્યમ છે. શત્રુઓના ગુપ્ત ષડયંત્રથી બચવું. સપ્ટેમ્બર અને ઓક્ટોબર પૂર્વ અપેક્ષા મુજબ શુભ રહેશે. વ્યયથી વધારે લાભ થશે. કુશળ જાતકોનો ભાગ્યોદય નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં થશે. બુધના સહયોગથી મોટાભાગના જાતકોના બૌદ્ધિક, ધાર્મિક અને વ્યવસાયિક પ્રયાસ સાર્થક થશે.

નોકરિયાત વર્ગને લાભ થશે

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલાક અનાવશ્યક પ્રપંચોના કારણે પરેશાની થઈ શકે છે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકોને માર્ચ 2021માં પોતાનું કામકાજ વિસ્તારવાની તક મળશે. એપ્રિલમાં નોકરિયાત વર્ગને મનોવાંચ્છિત જગ્યાએ બદલી મળી શકે છે.

સુંદરકાંડના પાઠ કરવા

મે-જૂન મહિનામાં તમામ સુધી સામાન્ય અને સુખદ રહેશે. મહિલાઓ માટે આ વર્ષ વધુ લાભપ્રદ છે. વિદ્યાર્થીઓને નિયમિત સહજ પરિશ્રમથી સફળતા મળશે. મંગળ તમારી રાશિની અનુકૂળ ના હોવાથી શ્રી સુંદરકાંડના પાઠ રાત્રે 8 વાગ્યા પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી કરો. શનિવારે સંધ્યાકાળે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2WcttL1

No comments:

Post a Comment

Pages