Latest

Friday, July 10, 2020

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ રાજ્ય પરથી ફંટાઈ જતાં વરસાદનું જોર ઘટી જશે. જો કે, આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે સામાન્ય વરસાદી ઝાપટાં પડશે તેવી
આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આગામી અઠવાડિયે એટલે કે 15 જુલાઈથી ફરી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. હાલ વરસાદ પડી રહ્યો હોવા છતાં વાતાવરણમાં ભેજ અને ઉકળાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો બેહાલ બન્યા છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ હાલ સક્રિય નથી. પરંતુ 15થી 22 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેનાથી 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સરેરાશ 27.75 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. દ્વારકા જિલ્લામાં તો વરસાદે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

જુનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા ‘સિંહ’ લટાર મારવા નીકળ્યો



from Page Array – I Am Gujarat https://ift.tt/38JDLr8

No comments:

Post a Comment

Pages