કુલ મૃત્યુઆંક 21604 પર પહોંચ્યો
નવી દિલ્હી: શુક્રવારે કોરોના વાયરસના 26000થી વધુ કેસ નોંધાતા ભારતમાં હવે કુલ કેસોની સંખ્યા 8 લાખને પાર કરી ગયો છે. માત્ર ચાર દિવસમાં દેશમાં કોરોનાના 1 લાખ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 26506 કેસ સાથે ભારતમાં કુલ કેસોની સંખ્યા 7,93,802 થઈ ગઈ છે. તેમજ 475 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 21604 પર પહોંચી ગયો છે.
અત્યાર સુધી 11 મિલિયન ટેસ્ટ થયા
જોકે, પીટીઆઈએ ભારતમાં કોવિડ -19 કેસ 8,14, 898 અને મૃત્યુઆંક 22,106 બતાવ્યો હતો. સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ આ માહિતીનું સંકલન કરવામાં આવ્યું છે. કોરોનાનો દર્દીઓને શોધવા માટે અત્યાર સુધી 11 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઇસીએમઆર મુજબ 9 જુલાઈ સુધીના કુલ 1,10,24,491 ટેસ્ટ જ્યારે ગુરુવારે 2,83,659 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે.
5 લાખ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા
દેશમાં હાલ 2,76,685 એક્ટિવ કેસ છે, જ્યારે 4,95,512 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાવાયરસના કેસોમાં એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો છે, જ્યારે આઠ લાખથી આગળ વધવામાં ફક્ત 52 દિવસનો સમય છે. ભારત કોરોનાના સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજો નંબરે છે. (PTI)
દિલ્હીમાં એક્ટિવ કેસ ઘટ્યા
મોટા રાજ્યો અને એનસીટીમાં, એકમાત્ર દિલ્હીમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 3 જુલાઈ સુધીમાં દિલ્હીમાં 26,304 સક્રિય કેસ હતા, જે 10 જુલાઈના રોજ 18% ઘટીને 21,567 પર પહોંચી ગયા છે. (TNN)
from Page Array – I Am Gujarat https://ift.tt/3gMq2T7
No comments:
Post a Comment