Latest

Friday, January 8, 2021

કોરોનાના 18,139 નવા કેસ, 234નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. જ્યારે કે આ ખતરનાક બીમારીને 100,37,398  લોકો માત આપી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,139 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 234 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,13,417 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,50,570 લોકોનાં મોત થયાં છે.  પાછલા 24 કલાકમાં 20,539 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,25,449એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.  

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 



from chitralekha https://ift.tt/35kTV9L
via

No comments:

Post a Comment

Pages