નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.03 કરોડને પાર પહોંચી છે. જ્યારે કે આ ખતરનાક બીમારીને 100,16,859 લોકો માત આપી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,346 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 264 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,03,95,278 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,50,336 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 19,587 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,28,083એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

from chitralekha https://ift.tt/35ioFs7
via
No comments:
Post a Comment