Latest

Sunday, March 19, 2023

બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો કંગાળ બેટિંગ દેખાવઃ 117 રનમાં ઓલઆઉટ

વિશાખાપટનમઃ અહીં ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે ઈન્ટરેશનલ મેચમાં આજે ભારતીય ટીમે બેટિંગમાં કંગાળ દેખાવ કર્યો છે. ટીમ માત્ર 26 ઓવર જ રમી શકી અને માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 8મા ક્રમના બેટર અક્ષર પટેલે બે સિક્સર અને એક બાઉન્ડરી સાથે 29 બોલમાં અણનમ 29 રન ફટકાર્યા ન હોત તો ટીમનું 100 રનની અંદર જ ફીંડલું વળી જાત.

ભારતનો બેટિંગ ધબડકો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કર્યો, જેણે 8 ઓવરમાં 53 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પહેલી ચાર વિકેટ સ્ટાર્કે લીધી હતી. એના શિકાર હતા – શુભમન ગિલ (0), રોહિત શર્મા (13), સૂર્યકુમાર યાદવ (0), કે.એલ. રાહુલ (9) અને મોહમ્મદ સિરાજ (0). અન્ય ફાસ્ટ બોલરોમાં – શોન એબટે 23 રનમાં 3 અને નેશન એલિસે 13 રનમાં બે વિકેટ લીધી હતી.

3-મેચની શ્રેણીની પહેલી મુંબઈમાંની મેચ ભારતે જીતી હતી. ત્રીજી અને શ્રેણીની આખરી મેચ 22મીએ ચેન્નાઈમાં રમાશે.



from chitralekha https://ift.tt/L0IUdmy
via

No comments:

Post a Comment

Pages