Latest

Tuesday, March 3, 2026

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ગેસની કિંમતોમાં 50 ટકા વધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ ઇરાનમાં થયેલા અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સંયુક્ત હુમલા પછી વિશ્વમાં એનર્જી સેક્ટરમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. ભારત પણ આ યુદ્ધથી પ્રભાવિત થઈ રહ્યું છે. ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનું એલાન કર્યું છે. જો આ યુદ્ધ લાબું ચાલ્યું તો LPGની મોટી સમસ્યા દેશમાં ઊભી થઈ શકે છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ માટે નવા વિકલ્પ શોધવા પડશે.  આ સાથે યુરોપિયન LPG ગેસની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે.

 LPGની કિંમતોમાં વધારો થશે?

ઇરાન-અમેરિકા સંઘર્ષની સૌથી મોટી અસર એલપીજી (LPG) પર પડી શકે છે. ભારત પોતાની કુલ LPG જરૂરિયાતમાંથી અંદાજે 80થી 85 ટકા પુરવઠો આરબ દેશોમાંથી આયાત કરે છે. આ તમામ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ દ્વારા આવે છે. આવી સ્થિતિમાં ભારત સામે LPG સપ્લાય સંબંધિત સમસ્યા ઊભી થવાની શક્યતા છે.

ક્રૂડની જેમ ભારત પાસે LPGનો મોટો જથ્થો (રિઝર્વ) ઉપલબ્ધ નથી. તેથી LPG સપ્લાય સમયસર મળે તે ખૂબ જરૂરી છે, નહીં તો સપ્લાયમાં વિક્ષેપ સર્જાઈ શકે છે.

 LNG સપ્લાય પર પણ ખતરો

LPGની જેમ LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) માટે પણ ભારત પાસે મોટા પ્રમાણમાં રિઝર્વ ઉપલબ્ધ નથી. હાલ દેશમાં જરૂરી LNGમાંથી લગભગ 60 ટકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ દ્વારા આયાત થાય છે. તેથી LPG અને LNG બંને માટે ભારતે ટૂંક સમયમાં નવા વિકલ્પો શોધવાની જરૂર પડશે.

 કતારે LNG ઉત્પાદન રોક્યું

ઇરાનના ડ્રોન હુમલા પછી કતારે વિશ્વના સૌથી મોટા LNG નિકાસ કેન્દ્રોમાં ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દીધું છે. હાલ કતાર દુનિયાનું પાંચમું સૌથી મોટું LNG ઉત્પાદન કરતું દેશ છે. ઉત્પાદન ઘટવાથી વૈશ્વિક સપ્લાય પર નકારાત્મક અસર પડી શકે છે.

પેટ્રોલ-ડીઝલ માટે પૂરતો જથ્થો

પેટ્રોલ અને ડીઝલના પુરવઠા બાબતે ભારતને તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં દેશમાં લગભગ 70થી 80 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ગયા મહિને ભારતે સાઉદી અરેબિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, પરંતુ ઇરાન યુદ્ધ બાદ ઊભી થયેલી નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત હવે અમેરિકા, રશિયા અને અન્ય દેશોને વધુ પ્રાથમિકતા આપી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધને કારણે કાચા તેલની કિંમતોમાં તેજી આવી શકે છે અને આવનારા સમયમાં તેનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી શકે છે.



from chitralekha https://ift.tt/4ML0wBe
via

No comments:

Post a Comment

Pages