મિડલ ઈસ્ટમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાના સૌથી શક્તિશાળી યુદ્ધપોતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. USS Gerald R. Ford (CVN-78) નામના આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગતા સૈન્ય વર્તુળોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હાલ આ યુદ્ધપોત Red Sea વિસ્તારમાં તૈનાત છે અને અહેવાલો અનુસાર અમેરિકી સૈન્ય આ જહાજનો ઉપયોગ ઈરાન સામેની કાર્યવાહી માટે કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર આગ યુદ્ધપોતના મુખ્ય લૉન્ડ્રી વિભાગમાં લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ જહાજ પર હાજર સુરક્ષા ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. અમેરિકી નૌસેનાના જણાવ્યા મુજબ આગ ઝડપથી નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી અને તેની અસર જહાજના મુખ્ય સિસ્ટમ પર પડી નથી.
આ ઘટના અંગે માહિતી આપતાં United States Navyએ જણાવ્યું કે આગ યુદ્ધ સંબંધિત કારણોસર લાગી નથી. જહાજના પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી અને એરક્રાફ્ટ કેરિયર સંપૂર્ણપણે કાર્યરત સ્થિતિમાં છે. આ ઘટનામાં બે અમેરિકી નાવિકોને ઈજા થઈ હતી, જેમને તરત જ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે તેમની સ્થિતિ સ્થિર છે અને ઈજાઓ જીવલેણ નથી.
from chitralekha https://ift.tt/aGm2EeD
via
No comments:
Post a Comment