એક સુધારો ફિલ્મ ‘રંગ દે બસંતી’ નો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો અને તેના કારણે જ તે સમયની એક
સામાન્ય ક્રાઈમ થ્રિલર બનવાને બદલે એક ‘કલ્ટ ક્લાસિક’ દેશભક્તિની ફિલ્મનો દરજ્જો મળ્યો હતો. આમિર ખાન અને રાકેશ મહેરાએ ફિલ્મ માટે પોતાના કયા સુધારા સૂચવ્યા હતા તેની વાતો ઘણી રસપ્રદ છે.
ફિલ્મની મૂળ વાર્તા મુજબ પાત્રો ભ્રષ્ટ રક્ષામંત્રીની હત્યા કર્યા પછી નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે અને પોલીસના હાથે અલગ-અલગ જગ્યાએ માર્યા જાય છે. જ્યારે આમિરે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેમણે નિર્દેશકને કહ્યું કે, ‘આપણે આઝાદ, ભગતસિંહ અને અશફાકઉલ્લા ખાનના વિચારો પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. એ ક્રાંતિકારીઓ ક્યારેય ભાગ્યા નહોતા. તેઓ તો હસતા મોઢે જેલમાં ગયા હતા અને ફાંસી સ્વીકારી હતી. જો આપણા પાત્રો હત્યા કરીને ભાગશે તો તેઓ ક્રાંતિકારી નહીં પણ સામાન્ય ગુનેગાર લાગશે.’ આમિરના આ તર્ક પછી રાકેશ મહેરાએ સ્ક્રિપ્ટ ફરીથી લખી અને રેડિયો સ્ટેશન વાળો ક્લાઈમેક્સ ઉમેર્યો. જ્યાં પાત્રો દુનિયા સામે પોતાનો ગુનો કબૂલે છે અને ભાગવાને બદલે શહીદી વહોરે છે.

આમિરને ‘ડીજે’ ના પાત્ર માટે લાંબા અને વિખરાયેલા વાળ રાખવાના હતા. આમિરને તે દેખાવ પસંદ આવ્યો નહીં. તે વારંવાર અરીસામાં જોઈને કહેતા, ‘રાકેશ, આ વાળ મને હીરો જેવા નથી દેખાડતા.’ પણ રાકેશે જીદ પકડી હતી કે ‘ડીજે’ એક લાપરવાહ યુવાન છે. તે વ્યવસ્થિત વાળ ન રાખી શકે. અંતે આમિરે નિર્દેશકના વિઝન પર ભરોસો મૂક્યો અને એ જ દેખાવ આઈકોનિક બની ગયો. ‘ખલીબલી’ ગીત પહેલા સ્ક્રિપ્ટમાં હતું જ નહીં. રાકેશ જણાવે છે કે એ. આર. રહેમાને એક એવી ધૂન બનાવી હતી જે સાંભળીને તેમને લાગ્યું કે આ તો ક્રાંતિકારીઓનો જશ્ન છે. તેમણે રાતોરાત સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને જેલમાં કેદીઓ વચ્ચે આ ગીત ફિલ્માવવાનું નક્કી કર્યું. આ ગીત માટે આમિર ખાને જે સ્ટેપ્સ કર્યા તે આજે પણ ફેમસ છે.
આમિર ખાન પોતાની શિસ્ત માટે જાણીતા છે. જ્યારે તેમણે ફિલ્મ સાઈન કરી ત્યારે કોન્ટ્રાક્ટમાં એક શરત મૂકી હતી કે જો શૂટિંગ નિર્ધારિત સમય મુજબ પૂરું નહીં થાય તો નિર્દેશકે તેમને કરોડો રૂપિયાનો દંડ ચૂકવવ પડશે. રાકેશ મહેરાએ આ શરત સ્વીકારી લીધી. કારણ કે તેમને પોતાની તૈયારી પર ભરોસો હતો. નવાઈની વાત એ છે કે આ શરતને કારણે આખી ટીમ એટલી સાવધાન રહી કે શૂટિંગ સમય કરતા વહેલું પૂરું થઈ ગયું હતું!

ફિલ્મનું નામ નક્કી કરવામાં પણ ઘણી મથામણ થઈ હતી. શરૂઆતમાં ફિલ્મનું નામ ‘આહુતિ’ રાખવાનું વિચારાયું હતું. ત્યારબાદ તેને ‘ધ યંગ ગન્સ ઓફ ઈન્ડિયા’ તરીકે પણ જોવામાં આવ્યું હતું. નિર્માતા આ ફિલ્મને અંગ્રેજીમાં પણ બનાવવા માંગતા હતા અને તેનું નામ ‘Paint It Yellow’ રાખવાનું વિચાર્યું હતું પણ પછીથી એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. રાકેશ ઓમપ્રકાશ મહેરાની આત્મકથા ‘ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર’ માં ‘રંગ દે બસંતી’ ના નિર્માણ સમયના આવા ઘણા કિસ્સાઓ છે જે ખરેખર અજાણ્યા અને ચોંકાવનારા છે.
from chitralekha https://ift.tt/VdhIXLp
via
No comments:
Post a Comment