નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊર્જાની વધતી કિંમતો વચ્ચે દેશમાં ઘરેલુ LPG અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 60 અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 114.5નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં છેલ્લો ફેરફાર 8 એપ્રિલ, 2025એ થયો હતો, ત્યારે તેની કિંમત રૂ. 50 વધારવામાં આવી હતી. બીજી તરફ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં તાજેતરમાં 1 માર્ચ, 2026એ રૂ. 28-31નો વધારો કરવામાં આવ્યો હતો. હવે તેમાં ફરી વધારો થયો છે.
નવા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ મુજબ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં રૂ. 913 થઈ ગઈ છે, જ્યારે પહેલાં તે રૂ. 853 હતી.
* મુંબઈમાં હવે કિંમત રૂ. 912.50 છે
* કોલકાતામાં રૂ. 939
* ચેન્નાઈમાં રૂ. 928.50
સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા VATને કારણે અલગ-અલગ રાજ્યોમાં ભાવ અલગ હોઈ શકે છે. વેબસાઇટ અનુસાર આ નવી કિંમતો 7 માર્ચ, 2026થી લાગુ થઈ ગઈ છે.
ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને સબસિડી ચાલુ રહેશે
જોકે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ, એટલે કે 2016માં યોજના શરૂ થયા પછી મફત LPG કનેક્શન મેળવનારા 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને, વર્ષમાં 12 રિફિલ સુધી 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર રૂ. 300ની સબસિડી મળતી રહેશે.
કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ
હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 114.5નો વધારો થયો છે.
* દિલ્હી: રૂ. 1883
* મુંબઈ: રૂ. 1835
* કોલકાતા: રૂ. 1990
* ચેન્નઈ: રૂ. 2043.50
છેલ્લા ત્રણ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ ચોથી વખત વધારો થયો છે.* 1 માર્ચ 2026એ રૂ. 28-31 વધારો
* ફેબ્રુઆરીમાં રૂ. 49 વધારો
* જાન્યુઆરીમાં રૂ. 111 વધારો
ડિસેમ્બર, 2025માં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
from chitralekha https://ift.tt/10IsbKp
via
No comments:
Post a Comment