દેશમાં LPG ગેસને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગેસ વિતરણ વ્યવસ્થાને સંતુલિત રાખવા માટે સરકાર હવે એવા ઘરો માટે નવા નિયમો લાગુ કરી રહી છે જ્યાં પહેલેથી જ પાઈપ દ્વારા આવતી ગેસની સુવિધા ઉપલબ્ધ છે. નવા નિયમો અનુસાર હવે PNG કનેક્શન ધરાવતા ઘરોમાં ઘરેલુ LPG સિલિન્ડર રાખવાની કે નવી બુકિંગ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

આ નિર્ણય Ministry of Petroleum and Natural Gas દ્વારા જારી કરવામાં આવેલા સુધારેલા આદેશ બાદ લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે કે ગેસની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા માટે આ પગલું જરૂરી બન્યું છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાઈપ ગેસની સુવિધા પહેલેથી ઉપલબ્ધ છે, ત્યાં LPG પર આધાર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સરકારના નવા નિયમો મુજબ જો કોઈ પરિવાર પાસે પહેલેથી PNG અને LPG બંને કનેક્શન હોય, તો તેમને ઘરેલુ LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. એટલે કે હવે આવા ઘરો LPG સિલિન્ડર ફરી ભરાવી શકશે નહીં અને નવો કનેક્શન પણ મેળવી શકશે નહીં.

સરકારનું માનવું છે કે આ પગલાથી LPG સિલિન્ડરની ઉપલબ્ધતા એવા વિસ્તારોમાં સુધરી શકશે જ્યાં હજુ સુધી પાઈપ ગેસ નેટવર્ક પહોંચ્યું નથી. દેશના ઘણા ગ્રામિણ અને દૂરસ્ત વિસ્તારોમાં હજુ પણ લોકો સંપૂર્ણપણે LPG સિલિન્ડર પર આધારિત છે, જેના કારણે પુરવઠા વ્યવસ્થાને સંતુલિત રાખવું જરૂરી બન્યું છે.
તાજેતરના સમયમાં દેશભરમાં LPGની માંગ અચાનક વધી ગઈ છે. અનેક શહેરોમાં સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીને લઈને મુશ્કેલીઓની ફરિયાદો પણ સામે આવી છે. સરકારનું કહેવું છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્લેષકો જણાવે છે કે વૈશ્વિક પરિસ્થિતિઓ પણ આ સમસ્યાને અસર કરી રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી છે. ભારત પોતાની ગેસની જરૂરિયાતનો મોટો ભાગ આયાત દ્વારા પૂર્ણ કરે છે.
from chitralekha https://ift.tt/lcO7wMf
via
No comments:
Post a Comment