Latest

Monday, March 9, 2026

T20 World Cup Final : ભારતે ન્યુઝીલેન્ડને જીત માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ

T20 World Cupના ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 256 રનનો મોટો ટાર્ગેટ મુક્યો છે. અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાઈ રહેલી આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી કિવી બોલિંગ પર ભારે દબાણ બનાવ્યું હતું.

ભારત માટે સંજુ સેમસને શાનદાર ઈનિંગ રમી હતી. તેમણે માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા જેમાં 8 સિક્સર અને 5 ફોરનો સમાવેશ થયો હતો. તેમની આ તોફાની બેટિંગના કારણે ભારતીય ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો. ઓપનર અભિષેક શર્માએ પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરી માત્ર 21 બોલમાં 52 રન બનાવ્યા હતા જેમાં 3 સિક્સર અને 6 ફોર સાથે ઝડપી રનગતિ જાળવી રાખી હતી.

તે ઉપરાંત ઈશાન કિશને પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા 25 બોલમાં 54 રનની અસરકારક ઈનિંગ રમી હતી. તેમની ઈનિંગ દરમિયાન 4 ફોર અને 4 સિક્સર જોવા મળ્યા હતા જેના કારણે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. જોકે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ મેચ ખાસ રહી નહીં કારણ કે તેઓ ઇનિંગના પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા હતા.

ભારતના ટોપ ઓર્ડરના આક્રમક પ્રદર્શનના કારણે ટીમે ફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં 252 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ માટે આ મોટો ટાર્ગેટ ચેઝ કરવો સરળ નહીં રહે અને ભારતીય બોલરો આ સ્કોરને બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે. ક્રિકેટપ્રેમીઓ માટે હવે મેચનો બીજો ભાગ વધુ રોમાંચક બનવાનો છે.



from chitralekha https://ift.tt/5H39M0U
via

No comments:

Post a Comment

Pages