ગુજરાતના પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાં 15 માર્ચની રાત્રે એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હથિયારો સાથે આવેલા આ શખ્સોએ ફાર્મ હાઉસમાં ઘૂસી તોડફોડ મચાવી અને ધમકીઓ આપી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં પોલીસ પણ ઉભી પૂંછડીએ ભાગતી જોવા મળી હતી.
Patan ma jovo ben khali માથાકૂટ થાય પોલીસ હોય પણ અસમાજિક તત્વો થી protection દૂર ની વાત સૌ પેલી પોલીસ pcr રવાના થઈ જાય આપડો law and order cover kro aa topic …
Patan ma zilia gam par aa થયેલી ઘટના અમુક માહિતિ પ્રમાણે મુડેઠા અને વામૈયા ગામ ના લોકો હતા આ હુમલા માં@GujaratPolice pic.twitter.com/SxwL1HxvBK
— joshi paras prem (news updated) (@joshiparasprem) March 18, 2026
મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના રામાપીર મંદિર માટે ફાળો એકત્રિત કરવા મુદ્દે ઊભેલા મનદુઃખના કારણે બની હતી. ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા મુડેઠા વચ્ચે થયેલા વિવાદ બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. મધરાત્રિ નજીક લગભગ 11:45 વાગ્યે અનેક ગાડીઓમાં સવાર થઈને આવેલા હુમલાખોરોએ ફાર્મ હાઉસને નિશાન બનાવ્યું હતું.
આ હુમલો માત્ર તોડફોડ સુધી સીમિત રહ્યો નહોતો, પરંતુ હુમલાખોરો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા અને ફાર્મ હાઉસના ગેટ, દીવાલો અને ધાર્મિક ચિત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક આરોપીઓની ઓળખ પણ થઈ હોવાનું જણાવાયું છે.
from chitralekha https://ift.tt/nbNVJWp
via
Patan ma zilia gam par aa થયેલી ઘટના અમુક માહિતિ પ્રમાણે મુડેઠા અને વામૈયા ગામ ના લોકો હતા આ હુમલા માં
No comments:
Post a Comment