નવી દિલ્હીઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાને મુદ્દે 60થી વધુ દેશોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું નેતૃત્વ બ્રિટને કર્યું હતું. આ બેઠક દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અસરથી ખોલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ દેશોએ તેને શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એ સાથે જ ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ (સમુદ્રી અવરજવરનો સ્વતંત્ર અધિકાર) જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું વૈશ્વિક સમૃદ્ધિ માટે મોટો ખતરો છે.
આ બેઠકમાં ભારતે ફ્રીડમ ઓફ નેવિગેશન પર ભાર મૂક્યો અને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિનો ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે.
ભારતે બેઠકમાં શું કહ્યું?
તેમણે પોતાના નિવેદનમાં એ પણ ચિંતા વ્યક્ત કરી કે આ સંઘર્ષને કારણે ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગલ્ફ વિસ્તારમાં 18 ભારતીય જહાજો ફસાયેલા છે, જેમાં 485થી વધુ ભારતીય નાવિકો સવાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ સંકટનો ઉકેલ કૂટનીતિક રીતે ઇચ્છે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વહેલી તકે ખોલવાની માગ કરી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે અને ક્યાં આવેલું છે?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે અને તે દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ ઓઇલ પરિવહન માર્ગ માનવામાં આવે છે.
આ સમુદ્રી માર્ગ ઈરાનના ઉત્તર ભાગ અને ઓમાન તથા યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના દક્ષિણ ભાગ વચ્ચે આવેલો છે. તેના પ્રવેશ પાસે પહોળાઈ આશરે 50 કિમી (31 માઈલ) છે અને સૌથી સંકુચિત ભાગમાં તે લગભગ 33 કિમી જેટલો રહે છે. આ માર્ગ ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડે છે અને ખાડી પ્રદેશમાંથી વિશ્વના અન્ય ભાગોમાં ઓઇલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
from chitralekha https://ift.tt/IELO9am
via
No comments:
Post a Comment