Latest

Monday, June 15, 2026

ટી 20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 ની સૌથી રોમાંચક અને બહુપ્રતીક્ષિત મેચમાં ભારતીય મહિલા બ્રિગેડે અપેક્ષા મુજબ જ શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાજય આપ્યો છે. આ જીત સાથે જ કેપ્ટન હરમનપ્રીત કૌરની સેનાએ ટૂર્નામેન્ટમાં પોતાના મિશનની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમનો રેકોર્ડ હંમેશાથી મજબૂત રહ્યો છે અને રવિવારે રમાયેલી આ મેચમાં પણ ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

મેચની શરૂઆતમાં ભારતીય સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પિચના મિજાજને પારખી પહેલા બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. બંને ટીમો આ મેચ દ્વારા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહી હતી. ભારતીય ઓપનર્સે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 170 રનનો વિશાળ અને પડકારજનક સ્કોર ખડકી દીધો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી.

ભારત તરફથી આ મેચની સ્ટાર બેટર વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના રહી હતી. મંધાનાએ પાકિસ્તાની બોલરોની લાઇન અને લેન્થ બગાડતા માત્ર 44 બોલનો સામનો કરીને 68 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન સ્મૃતિએ મેદાનની ચારેય બાજુ આકર્ષક શોર્ટ્સ ફટકારીને 9 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગા જડ્યા હતા. સ્મૃતિ સિવાય મધ્યમ ક્રમમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા મહત્વના 36 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઇનિંગની ડેથ ઓવર્સમાં વિકેટકીપર બેટર રિચા ઘોષે તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. રિચાએ માત્ર 17 બોલમાં 200 ના સ્ટ્રાઈક રેટથી રમતા અણનમ 34 રન જોડી કાઢ્યા હતા, જેમાં ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાની બોલિંગ એટેક ધ્વસ્ત, ભારતે મેચ જીતી લીધી

બીજી તરફ, પાકિસ્તાનની ટીમની બોલિંગ લાઇન-અપ ભારતીય બેટરોને રોકવામાં લાચાર સાબિત થઈ હતી. પાકિસ્તાન તરફથી તેમની કેપ્ટન ફાતિમા સના અને સાદિયા ઇકબાલે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે તસ્મિયા રુબાબ અને રમીન શમીમને 1-1 સફળતા મળી હતી. જો કે, તેઓ રન ગતિ પર અંકુશ મેળવી શક્યા નહોતા. 171 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની મહિલા ટીમ ભારતીય બોલરોના ધારદાર આક્રમણ સામે ટકી શકી નહોતી. નિયમિત અંતરે વિકેટો પડવાને કારણે પાકિસ્તાનની ટીમ રન રેટના દબાણ હેઠળ દબાઈ ગઈ હતી અને અંતે ભારતે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. આ શાનદાર વિજય સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના મજબૂત ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે.



from chitralekha https://ift.tt/sYh5V7T
via

No comments:

Post a Comment

Pages