Latest

Thursday, June 11, 2026

દરિયામાં તેલના ટેન્કર પર અમેરિકી મિસાઈલ હુમલો: 3 ભારતીય નાવિકો લાપતા

પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ ‘એમ્બ્રે’ (Ambrey) એ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ (Bow) પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને કર્યા તલબ

આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા વિભાગ) નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના ‘ચાર્જ ડી અફેર્સ’ (Charge d’Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.



from chitralekha https://ift.tt/bWmu72s
via

No comments:

Post a Comment

Pages