રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટા શહેરમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક અત્યંત અનોખો અને ફિલ્મી અંદાજ સામે આવ્યો છે. જે રીતે ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક બેટિંગ કરીને મેચ પોતાના નામે કરી લે છે, એ જ જોશ અને આત્મવિશ્વાસ સાથે રાહુલ ગાંધીએ કોટાના દશેરા મેદાન પર આયોજિત ‘છોકરાઓની ગૂંજ’ કાર્યક્રમમાં યુવાનોના દિલ જીતી લીધા છે. કૉલર માઈક, ટાઈટ ફિટિંગવાળી શર્ટ અને રૉકસ્ટાર જેવી શાનદાર બોડી લેંગ્વેજ સાથે જ્યારે રાહુલ ગાંધી સ્ટેજ પર આવ્યા ત્યારે આખું મેદાન ‘રાહુલ, રાહુલ’ ના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેજ પર પાર્ટી પૉપર્સ અને ડ્રાય આઈસ ફોગ (ધુમ્મસ) ના કારણે આખો માહોલ કોઈ મ્યુઝિકલ કન્સર્ટ જેવો ફિલ્મી બની ગયો હતો.

રાહુલ ગાંધીએ સ્ટેજ પર આવતાની સાથે જ કૉલર માઈકમાં પશ્ચિમી શૈલીમાં કહ્યું— “ગુડ ઇવનિંગ, હાઉ ઇઝ એવરીબડી?” (Good Evening, How is everybody?). આટલું સાંભળતા જ સામે હાજર હજારો યુવાનો જોશથી ભરાઈ ગયા હતા અને હવામાં હાથ લહેરાવીને તેમને ચિયર્સ કરવા લાગ્યા હતા. યુવાનોના આ જબરદસ્ત પ્રતિસાદને જોઈને રાહુલ ગાંધીએ શરૂઆતમાં જ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “આ કોઈ રાજકીય મુલાકાત નથી. આ મુલાકાત માત્ર તમારા માટે છે. તે યુવાનો માટે છે જેઓ નોકરી મેળવવા માટે રાત-દિવસ સંઘર્ષ કરી રહ્યા છે. આજે સાંજે હું ભાજપ, કોંગ્રેસ કે રાજનીતિ જેવા કોઈ પણ શબ્દો મારા મોઢેથી કાઢીશ નહીં.” સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમની આ સ્ટાઈલને ‘રૉકસ્ટાર એન્ટ્રી’ અને ‘મોટિવેશનલ સ્પીકર સ્ટાઈલ’ તરીકે ઓળખાવી રહ્યા છે.
કોચિંગ સિટી કોટામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ દેશની વર્તમાન શૈક્ષણિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજની શિક્ષણ પ્રણાલી બાળકો પર એટલું માનસિક દબાણ લાવે છે કે તેમના સપનાઓ કચડાઈ જાય છે. રાહુલ ગાંધીએ દેશની હાલની શિક્ષણ વ્યવસ્થાને ખુલ્લેઆમ “લૂંટનું સિસ્ટમ” (લૂંટ કા સિસ્ટમ) ગણાવ્યું હતું.
from chitralekha https://ift.tt/1m7LcNg
via
No comments:
Post a Comment