Latest

Saturday, June 27, 2026

પાકાં કેળાનો હલવો

પાકાં કેળા જલ્દી ખાવામાં ન આવે તો વધુ પાકી જાય છે. જે સ્વાદમાં સારા નથી લાગતા. તેનો ગોળ અને ઘઉંનો લોટ સાથે હલવો બનાવવામાં આવે તો તે ખાવામાં સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક બને છે!

સામગ્રીઃ ગોળ ½ કપ, ઘી 4 ટે.સ્પૂન, ઘઉંનો લોટ 1 કપ, કાજુ-બદામ-પિસ્તા મળીને 10 નંગ, પાકા કેળા 3-4, એલચી પાઉડર ¼ ટી.સ્પૂન (optional), ફુડ કલર 4-5 ટીપાં (optional)

રીતઃ ગોળને ખમણીને એક બાઉલમાં 3-4 ટે.સ્પૂન પાણી ઉમેરીને ચમચી વડે હલાવીને ઓગાળી લો.

પાકાં કેળાને સુધારીને મિક્સીમાં પલ્સ મોડ પર પલ્પ બનાવી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે સૂકા મેવા તેમાં તળીને ક્રિસ્પી કરીને એક ડીશમાં કાઢી લો. આ ગરમ ઘીમાં ઘઉંનો લોટ ગેસની ધીમી મધ્યમ આંચે ગુલાબી રંગનો શેકી લો. ત્યારબાદ કેળાની પેસ્ટ તેમાં મેળવીને 1 ટે.સ્પૂન ઘી મેળવીને ગેસની ધીમી મધ્યમ આંચે તે પણ શેકી લો.

હવે તેમાં ઓગાળેલો ગોળ સ્ટીલની સૂપ ગાળવાની ચાળણીમાં ગાળીને ઉમેરી દો. ત્યારબાદ એલચી પાઉડર તેમજ ફુડ કલર મેળવી દો. ગેસની ધીમી આંચે ચમચા વડે સતત હલાવતા રહો. તેમાંનું પાણી સૂકાવા આવે અને મિશ્રણ કઢાઈના કિનારા છોડીને ઘી છોડવા માંડે એટલે સૂકા મેવાના ટુકડા કરીને તેમાં ઉમેરો અને 1 ટે.સ્પૂન ઘી પણ મેળવીને ધીમી આંચે 5-10 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દો.

આ હલવો થોડો ઠંડો થાય એટલે એક બાઉલમાં કાઢીને, ઢાંકીને એક કલાક માટે ફ્રીજમાં મૂકીને ઠંડો થયા બાદ ખાવાના ઉપયોગમાં લો.



from chitralekha https://ift.tt/q93M2Tl
via

No comments:

Post a Comment

Pages