Latest

Wednesday, June 24, 2026

દહીં કે શોલે

દિલ્હીનું સ્ટ્રીટ ફુડ દહીં કે શોલે ઉપરથી કુરકુરુ અને અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ છે!

સામગ્રીઃ દહીં 400 ગ્રામ, સિમલા મરચું 1, ગાજર 1, કાંદો 1, લીલા મરચાં 3-4, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, ખમણેલું આદુ ½ ટી.સ્પૂન, લસણ ખમણેલું ½ ટી.સ્પૂન, જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, સ્વાદ મુજબ મીઠું, તેલ તળવા માટે, બ્રેડ 8-10

રીતઃ દહીંને એક સુતરાઉ કાપડમાં પાણી નિતારવા માટે બાંધીને તેમાંથી પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં મૂકીને તેની ઉપર વજનવાળી કોઈ વસ્તુ મૂકીને એકાદ કલાક રહેવા દો. જેથી વધારેનું પાણી પણ નિતરી જાય.

ગાજર, સિમલા મરચું, કાંદો, લીલા મરચાં ઝીણાં સમારી લો અને તેને પાણી નિતારેલા દહીંમાં મેળવી દો. સાથે ખમણેલું લસણ અને આદુ, સ્વાદ મુજબ મીઠું, જીરૂ પાઉડર, કાળા મરી પાઉડર, કોથમીર મેળવી દો.

બે બ્રેડ લઈ તેને વેલણ વડે વણીને ચપટી કરી લો. બ્રેડની ચારે કિનારી પર પાણી લગાડી દો. એક બ્રેડની નીચેની કિનારી પર બીજી બ્રેડને જોડીને ગોઠવી દો. વચ્ચેના ભાગમાં દહીંનું મિશ્રણ 1½ ટે.સ્પૂન જેટલું મૂકીને બ્રેડને વાળીને રોલ બનાવી દો. આ રોલને પ્લાસ્ટીક પેપર પર મૂકીને પેપર સાથે વાળીને તેના બંને છેડાને દાબીને એકબીજાની વિરુદ્ધ દિશામાં વાળી દો અને એ રીતે રોલના બંને છેડા પેક કરીને બંધ કરી દો.

આ રીતે બાકીની બ્રેડના પણ રોલ બનાવી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને બ્રેડ રોલ સોનેરી રંગના તળી લો.

તળેલા બ્રેડ રોલને વચ્ચેથી કટ કરીને પ્લેટમાં ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.



from chitralekha https://ift.tt/V4qFHtU
via

No comments:

Post a Comment

Pages