Latest

Saturday, June 13, 2026

કન્ડેન્સ્ડ મિલ્ક ડેઝર્ટ

બાળકો માટે કંઈક નવીન સ્વીટ ડિશ બનાવવી હોય તો કન્ડેન્સ્ડ મિલ્કથી બનતું ડેઝર્ટ બહુ જ સહેલાઈથી બની જાય છે!

સામગ્રીઃ દૂધ 1 લિટર, કન્ડેન્સ્ડ મિલ્ક 300 ગ્રામ, નાળિયેરનું છીણ 100 ગ્રામ, કોર્નફ્લોર 150 ગ્રામ, ડાર્ક ચોકલેટ 100 ગ્રામ, મિલ્ક ક્રીમ 50 ગ્રામ, ચોકલેટ બોલ સજાવટ માટે

રીતઃ દૂધમાં કન્ડેન્સ્ડ મિલ્ક તેમજ કોર્નફ્લોર નાખીને સરખું મેળવી લો. ત્યારબાદ કઢાઈમાં આ મિશ્રણ રેડીને ગેસની ધીમી મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. ચમચા વડે તેને ચારવતાં રહેવું. મિશ્રણ જેવું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આ મિશ્રણને ચોરસ ટ્રે અથવા તેવા કોઈ પણ અન્ય વાસણમાં ઠાલવી દો. તવેથા કે કોઈ સમતળ તળિયાવાળી વાટકીથી ઉપરથી સમતોલ કરી લો. ત્યારબાદ તેની ઉપર નાળિયેરનું છીણ ભભરાવીને ટ્રેને રેફ્રીજરેટરમાં 4 કલાક માટે મૂકી દો.

ચાર કલાક બાદ ચોકલેટના ટુકડા કરીને એક સ્ટીલના વાટકામાં કાઢી લો. એક કઢાઈ કે તેવું વાસણ લઈ તેમાં 1 ગ્લાસ પાણી રેડીને સ્ટેન્ટ મૂકીને તેની ઉપર ચોકલેટવાળો વાટકો મૂકીને કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાંની ચોકલેટ ઓગળી જાય એટલે તેમાં મિલ્ક ક્રીમ મેળવીને ગેસ બંધ કરી દો.

હવે ફ્રીજમાંથી મિલ્ક ડેઝર્ટ બહાર કાઢી લઈ ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો. આ ડેઝર્ટ પીરસતી વખતે ડીશમાં તેનો પીસ મૂકીને તેની ઉપર ચોકલેટ બોલ મૂકીને તેની ઉપર ઓગાળેલી ચોકલેટ રેડીને ખાવાના ઉપયોગમાં લો.

આ ડેઝર્ટ ઉપર કોઈ ડ્રાય ફ્રુટ જેમ કે, બદામ કે અખરોટ પણ સજાવી શકાય છે.



from chitralekha https://ift.tt/Xj6BxbF
via

No comments:

Post a Comment

Pages