Latest

Wednesday, July 29, 2026

ભારત રશિયાથી તેલ ખરીદશે તો ટ્રમ્પ લગાવી શકે 100 ટકા ટેરિફ

નવી દિલ્હીઃ અમેરિકાની સેનેટે એવા એક બિલ પર ચર્ચા આગળ વધારવાની મંજૂરી આપી છે, જેની ભારત પર મોટી અસર પડી શકે છે. અમેરિકી સંસદના ઉચ્ચ ગૃહે મંગળવારે, 28 જુલાઈએ રશિયાને ઓઇલ અને ગેસના વેચાણથી થતી આવકને નિશાન બનાવતા આકરા પ્રતિબંધો (સેન્ક્શન) સંબંધિત બિલને આગળ ધપાવ્યું છે. આ બિલ પસાર થવાની પ્રક્રિયાનો પ્રથમ મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.

જો આ બિલ હવે અમેરિકાના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ)માંથી પણ પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સત્તા મળી શકે છે કે તેઓ રશિયાથી તેલ ખરીદતા ભારત જેવા દેશોમાંથી કરવામાં આવતી આયાત પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકે. સેનેટમાં જ્યારે આ બિલ પર મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કી ગેલેરીમાંથી કાર્યવાહી નિહાળી રહ્યા હતા. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઝેલેન્સ્કી વોશિંગ્ટન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટ્રમ્પ સાથે મુલાકાત કરીને રશિયા સામે વધુ આકરા પગલાં લેવા અપીલ કરી હતી.

બિલ પસાર થશે તો શું થશે?

સેનેટમાં આ બિલ પર આગળ ચર્ચા શરૂ કરવા માટે 86 સભ્યોએ સમર્થનમાં મત આપ્યો, જ્યારે 12 સભ્યોએ તેનો વિરોધ કર્યો. આ સાથે બિલની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ હજુ તેના પર વધુ ચર્ચા થશે અને ત્યાર બાદ અંતિમ મતદાન યોજાશે. બિલમાં રશિયાના અધિકારીઓ, ધનિક ઉદ્યોગપતિઓ (ઓલિગાર્ક્સ), નાણાકીય સંસ્થાઓ તેમ જ તે કહેવાતી “શેડો ફ્લીટ” સામે પ્રતિબંધો લાદવાનો પ્રસ્તાવ છે, જેનો ઉપયોગ રશિયા પોતાના ઓઇલની નિકાસ પર લાગેલા પ્રતિબંધોને ટાળવા માટે કરે છે. આ બિલ હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સત્તા પણ આપવામાં આવશે કે તેઓ રશિયાથી તેલ અને ગેસ ખરીદતા મોટા દેશો — જેમ કે ભારત અને ચીનમાંથી આયાત થતા માલ પર 100 ટકા સુધીનો ટેરિફ લાદી શકે.



from chitralekha https://ift.tt/WoVaCOk
via

No comments:

Post a Comment

Pages