સિમલા મરચાંનું શાક મોટેભાગે કોઈને નથી ભાવતું! પણ આ રીત પ્રમાણેનું શાક કદાચ તો શું ખરેખર ભાવશે!
સામગ્રીઃ સિમલા મરચાં મોટી સાઈઝના 3, શીંગદાણા 2 ટે.સ્પૂન, આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં 2, સફેદ તલ 2 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ખમણેલું સૂકું નાળિયેર અથવા છીણ 2 ટે.સ્પૂન, લવિંગ 3, કાળા મરી 7-8 નંગ, જીરૂ ½ ટી.સ્પૂન, વરિયાળી 1 ટી.સ્પૂન, આખા ધાણા 1 ટી.સ્પૂન, સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
વઘાર માટેઃ જીરૂ ½ ટી.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, કળી પત્તાના પાન 8-10, ખમણેલું આદુ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2, હીંગ ¼ ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન,
રીતઃ એક પેનમાં શીંગદાણાને ધીમા ગેસ પર શેકાવા મૂકો. શીંગદાણા શેકાવા આવે એટલે તેમાં સૂકા લાલ મરચાં ઉમેરીને શેકાવા દો. એકાદ મિનિટ બાદ વરિયાળી, જીરૂ, ધાણા, લવિંગ તેમજ કાળા મરી ઉમરીને શેકી લો. હવે તેમાં ખમણેલા સૂકા નાળિયેરની છીણ તેમજ સફેદ તલ મેળવીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણને એક થાળીમાં કાઢીને ઠંડું થવા દો. મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીના પલ્સ મોડ પર આ મિશ્રણને કરકરું વાટી લો.
સિમલા મરચાંને ધોઈને કોરા કરી લો. હવે તેને લાંબી 1 સેં.મી.ની જાડાઈની સ્લાઈસમાં સમારી લો.
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂનો વઘાર કરો. રાઈ-જીરૂ તતડે એટલે તેમાં હીંગ તેમજ કળી પત્તાનો વઘાર કરીને સમારેલાં મરચાં તેમજ ખમણલું આદુ મેળવી દો. સમારેલાં સિમલાં મરચાં તેમાં મેળવીને ગેસની મધ્યમ-તેજ આંચે આ શાક ચઢવા દો. 3-4 મિનિટ બાદ તેમાં હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ આમચૂર પાઉડર મેળવી દો સાથે દળેલો મસાલો પણ મેળવી દો. 2-3 મિનિટ બાદ તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવીને ઢાંકી દો. ગેસની આંચ હવે બંધ કરી દો.
આ તૈયાર શાક રોટલી કે પરોઠા સાથે પીરસો.

from chitralekha https://ift.tt/ptmuYaw
via
No comments:
Post a Comment