નવી દિલ્હી: NEET પેપર લીક વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલો કોક્રોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં આ આંદોલન અંગે સરકારના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકાર દ્વારા સતત અનેક પગલાં લેવામાં આવ્યાં છે. શિક્ષણ સચિવને પદ પરથી હટાવવામાં આવ્યા છે, NTAના 47 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અને પેપર લીક કેસની તપાસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના તરફ પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે.
સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાળને ખતમ કરી છે. જોકે CJP અને જંતર-મંતર પર એકત્રિત અન્ય પ્રદર્શનકારીઓ હજુ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ છે. એ દરમિયાન સરકાર અને CJPના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાના અનેક તબક્કા ચાલી રહ્યા છે. આજે બંને પક્ષો વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાવાની છે.બીજી તરફ, વિદ્યાર્થી સંગઠન AISAએ આજે બિહાર બંધનું આહવાન કર્યું છે. ગઈ રાત્રે બિહારમાં CPI (ML)ના ધારાસભ્ય સંદીપ સૌરભની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પ્રદર્શનની આડમાં હિંસા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પેલેટ ગનથી ઘાયલ થયેલા એક પ્રદર્શનકારીને રજૂ કર્યો હતો.
અભિજિત દીપકેને ટાઇફોઇડ
CJPના સ્થાપક અભિજિત દીપકેને ટાઇફોઇડ થયો છે. તેમણે આ અંગે માહિતી સોશિયલ મિડિયા પર શેર કરી હતી. X પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં તેમણે જણાવ્યું કે તેમને ટાઇફોઇડ થયો છે, છતાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી તેમની લડત ચાલુ રહેશે.

CJP શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર અડગ
CJP કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ છે. પાર્ટીએ કેન્દ્ર સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. CJPએ જણાવ્યું છે કે જો સરકાર શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવશે નહીં અથવા તેઓ રાજીનામું નહીં આપે તો ફરીથી સંસદ તરફ માર્ચ કરવામાં આવશે, પરંતુ સરકાર તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવાની માગ સ્વીકારવામાં નહીં આવે.
from chitralekha https://ift.tt/5qNjksa
via
No comments:
Post a Comment