Latest

Monday, August 3, 2026

પાકિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો, 14ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક આત્મઘાતી હુમલો થયો છે. કાબલ ટાઉનમાં યોજાયેલી એક શાંતિ માર્ચ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયેલા છે.

પોલીસ સ્ટેશન અને શાંતિ રેલી હતી મુખ્ય નિશાન

મલકંદના રિજનલ પોલીસ ઓફિસર (RPO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ધમાકો સ્વાતના કાબલ પોલીસ સ્ટેશન પાસે આયોજિત ‘અમન પાસૂન’ શાંતિ રેલી દરમિયાન થયો હતો. ભયાનક વિસ્ફોટમાં 5 પોલીસ કર્મચારીઓ અને 9 સામાન્ય નાગરિકો સહિત કુલ 14 લોકોના સ્થળ પર જ કે સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. 12 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તુરંત નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો મુજબ, આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ સ્થાનિક પાકિસ્તાની પોલીસ દળ હતું.

કેવી રીતે થઈ ઘટના?

આ શાંતિ માર્ચ ‘સ્વાત અમન જિરગા’ નામની સ્થાનિક આદિવાસી પરિષદ દ્વારા યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સતત કથળી રહી હોવાથી, વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત થાય તે માટે લોકો બેનરો અને પોસ્ટરો સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. માર્ચ દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કરીને અમનની અપીલ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક મોટો ધમાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

રાહત અને બચાવ કામગીરી

ધમાકાના સમાચાર મળતા જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક ધોરણે રાહત કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષાબળો દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે અને આત્મઘાતી હુમલાખોર તેમજ હુમલાના ષડયંત્ર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



from chitralekha https://ift.tt/xdltWHO
via

No comments:

Post a Comment

Pages