Latest

Saturday, August 15, 2026

મલાઈ ચોપ મીઠાઈ

સહુથી સહેલાઈથી બની જાય છે પશ્ચિમ બંગાળની આ મીઠાઈ મલાઈ ચોપ

સામગ્રીઃ માવો 250 ગ્રામ, દૂધ 1 લિટર, સાકર 2 કપ, કેસરના તાંતણા 10-15, સૂકા મેવાની કાતરી

રીતઃ એક તપેલીમાં 1 કપ સાકર લઈ તેમાં 4-5 કપ પાણી મેળવીને ગેસ પર ઉકળવા માટે મૂકો.

માવાને થાળીમાં લઈ હથેળીથી મસળીને નરમ કરી લો અને તેમાંથી નાના લંબગોળ અથવા ચપટા ગોળ ગોળા વાળીને ચાસણીમાં નાખીને ઉકળવા દો. 20 મિનિટ તેને ઢાંકીને ઉકળવા દો. દર પાંચ મિનિટે ઢાંકણ ખોલીને ચમચા વડે ગોળા ઉથલાવતા રહો. ત્યારબાદ તેને ઝારા વડે ચાસણી ગાળીને કોઈ એક વાસણમાં અથવા ટ્રેમાં કાઢી લો.

એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં 1 કપ સાકર મેળવીને ગેસની મધ્યમ આંચે દૂધ ઉકળવા દો. વચ્ચે વચ્ચે ઝારા વડે દૂધ હલાવતા રહો. દૂધનું પ્રમાણ અડધું થઈને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. થોડીવાર બાદ આ ગાઢી મલાઈને પ્લેટમાં કાઢેલા મલાઈ ચોપ પર રેડીને તેને ઢાંકીને એકાદ કલાક માટે ફ્રીજમાં મૂકી દો.

ઠંડા થયા બાદ તેની ઉપર કેસર તેમજ સૂકામેવાના કાતરી ભભરાવીને ખાવા માટે પીરસો.



from chitralekha https://ift.tt/RoWt4kn
via

No comments:

Post a Comment

Pages