જોરદાર ભૂખ લાગી હોય અને ગરમાગરમ નાસ્તો ખાવો હોય તો, જુવારના લોટનું ખીચું તાત્કાલિક બની જાય છે! રાતના ડિનર માટે પણ જુવારનું ખીચું હેલ્ધી વિકલ્પ છે!
સામગ્રીઃ જુવારનો લોટ 1 કપ, દહીં 1 કપ, પાણી 1 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, હળદર ¼ ટી.સ્પૂન, અથાણાંનો સંભારો, કોથમીર 2 ટે.સ્પૂન
વઘાર માટેઃ રાઈ ½ ટી.સ્પૂન, સફેદ તલ 1 ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન
રીતઃ એક મોટા વાસણમાં જુવારનો લોટ, દહીં, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, હળદર, મીઠું સ્વાદ મુજબ મેળવીને 1 થી 1½ કપ જેટલું પાણી થોડું થોડું મેળવીને થોડું પાતળું ખીરું બનાવી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે સફેદ તલ ઉમેરીને જુવારના લોટનું ખીરું હળવેથી ઉમેરીને ગેસની ધીમી મધ્યમ આંચે થવા દો. આ ખીરું ચમચા વડે એકસરખું ચારવતાં રહેવું. ખીરું જેવું ઘટ્ટ થવા આવે અને કઢાઈના કિનારી છોડીને લીસું થવા માંડે એટલે ગેસ બંધ કરીને 1-2 મિનિટ બાદ ખાવા માટે થાળીમાં કાઢીને ઉપર અથાણાંનો સંભારો ભભરાવીને પીરસો.

from chitralekha https://ift.tt/Ngwcy49
via
No comments:
Post a Comment