ભારત અને જાપાને ગુરુવારે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા, બંને દેશોના નૌકાદળ વચ્ચે તાલમેલ વધારવા અને વારશિપ (નૌકાદળના જહાજો) ના નિર્માણ તેમજ ડિઝાઇનમાં સંયુક્ત રીતે કામ કરવા માટે એક મોટો કરાર કર્યો છે. નવી દિલ્હીમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝુમી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ સમજુતી થઈ હતી. બંને મંત્રીઓએ ભારતીય નૌકાદળ અને ‘જાપાન મેરિટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ’ વચ્ચે ગાઢ સહયોગનું માળખું તૈયાર કરવા માટે એક ‘મેમોરેન્ડમ ઓફ એરેન્જમેન્ટ’ (MoA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી મેરિટાઇમ ડોમેન અવેરનેસ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન અને આપત્તિ રાહત કાર્યોમાં મોટો સુધારો થશે. આ ઉપરાંત બંદરો સુધી પહોંચ, જહાજોની મરામત અને લોજિસ્ટિકલ સપોર્ટ સુવિધાઓ એકબીજાને પૂરી પાડવા સંમતિ સધાઈ છે.
A milestone for Indo-Pacific stability! Had a very productive meeting with Japan’s Minister of Defence, @shinjirokoiz San in New Delhi. Our discussions focused on deepening maritime security, ‘Make in India’ defence technology, and expanding strategic trust.
pic.twitter.com/6WaORCspLd
— Rajnath Singh (@rajnathsingh) August 20, 2026
જહાજ નિર્માણ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર
બેઠકમાં જાપાનની તકનીકી કુશળતા અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓનો સમન્વય કરીને નૌકાદળના જહાજોના સંયુક્ત વિકાસ અને નિર્માણ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ ફ્રેમવર્ક હેઠળ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો ઉપયોગ કરવા અને ભવિષ્યમાં જહાજ મરામત સંબંધિત સત્તાવાર કરાર કરવા તરફ આગળ વધવા બંને દેશો તૈયાર થયા છે. આ સિવાય દરિયાઈ સુરણો (માઇન્સ) શોધીને તેને નષ્ટ કરવાની ‘માઇન કાઉન્ટરમેઝર ક્ષમતાઓ’ વધારવા પર પણ ભાર મુકાયો હતો.
インド太平洋地域の安定に向けた重要な一歩!… https://t.co/pcvpjSGzDf
— Rajnath Singh (@rajnathsingh) August 20, 2026
ભારતમાં આવશે જાપાની ફાઇટર જેટ્સ
બંને દેશો વચ્ચે જમીન, દરિયાઈ અને હવાઈ સૈન્ય અભ્યાસોના વિસ્તારને આવકારવામાં આવ્યો હતો, જેમાં ‘ધર્મ ગાર્ડિયન’ અને ‘JIMEX’ નો સમાવેશ થાય છે. આ વર્ષના અંતમાં યોજાનારા ‘વીર ગાર્ડિયન 26’ વાયુસેના અભ્યાસ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઇતિહાસમાં પ્રથમ વાર જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ફાઇટર જેટ્સ ભાગ લેવા માટે ભારત આવશે. બંને દેશો પોતાના અનમેન્ડ સિસ્ટમ્સ (ડ્રોન વગેરે) અને સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સિસ વચ્ચે પણ સહયોગ વધારશે.
ડિફેન્સ ટેકનોલોજી અને DRDO સાથે સહયોગ
મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ ઇક્વિપમેન્ટ એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફરના ફ્રેમવર્ક અંગે જાપાનની સમીક્ષાનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચે યુદ્ધજહાજ પર લગાવવામાં આવતા ‘UNICORN’ ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ટેના સિસ્ટમ પ્રોજેક્ટને આ ભાગીદારીના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ભારતનું DRDO અને જાપાનની ATLA સંસ્થા સાથે મળીને એડવાન્સ્ડ ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન કરશે, તેમજ આગામી સમયમાં ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફોરમ’ નું આયોજન કરવામાં આવશે.
from chitralekha https://ift.tt/VKPIJwh
via

No comments:
Post a Comment