Latest

Sunday, August 9, 2026

RBI એ બદલ્યા હોમ લોન અને ધિરાણના નિયમો

સામાન્ય રીતે જ્યારે પણ આપણે હોમ લોન કે બિઝનેસ લોન લેવાનું વિચારીએ છીએ ત્યારે એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) કે આઈસીઆઈસીઆઈ (ICICI) જેવી મોટી બેંકોનો ખ્યાલ આવે છે. પરંતુ દેશના ગ્રામીણ અને નાના વિસ્તારોમાં ગ્રામીણ સહકારી બેંકો (Rural Co-operative Banks – RCBs) લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ગ્રામીણ સહકારી બેંકોને વધુ મજબૂત બનાવવા, ધિરાણની પ્રક્રિયા સરળ કરવા અને ફ્રોડ પર લગામ લગાવવાના હેતુથી નવા નિયમોનો એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

RBI નો મુખ્ય હેતુ

આરબીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સહકારી બેંકોની આર્થિક સ્થિતિ સુધારવાનો અને તેમને વધુ કામ કરવાની સ્વતંત્રતા (Operational Flexibility) આપવાનો છે. આનાથી આ બેંકો ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો મુજબ વધુ સરળતાથી ધિરાણ આપી શકશે.

ફ્રોડ અને જોખમ રોકવા માટે નવા નિયમો (Exposure Limits)

ઘણીવાર કોઈ બેંક એક જ મોટા ઉદ્યોગપતિ કે કોર્પોરેટને મોટું ધિરાણ આપી દેતી હોય છે, જેનાથી પૈસા ડૂબવાનું જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિને રોકવા માટે આરબીઆઈએ નવી મર્યાદાઓ નક્કી કરી છે:

સિંગલ પર્સન/કંપની: બેંક હવે પોતાની કુલ ટિયર-1 કેપિટલના મહત્તમ 20% સુધીનું જ ધિરાણ કોઈ એક વ્યક્તિ કે કંપનીને આપી શકશે.

ગ્રુપ ઓફ કંપનીઝ: કોઈ એક ગ્રુપ કે ગ્રુપ ઓફ કંપનીઝને બેંકની ટિયર-1 મૂડીના મહત્તમ 25% થી વધુ ધિરાણ આપી શકાશે નહીં.

આ પગલાથી લોન એનપીએ (NPA) થવાનું જોખમ ઘટશે અને કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ફ્રોડ પર રોક લાગશે.

હવે મળશે 3 કરોડ રૂપિયા સુધીની હોમ લોન

નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મોટા અને પાકા મકાનો બનાવવાની માંગ ઝડપથી વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ હોમ લોનની મર્યાદા વધારી દીધી છે. જે ગ્રામીણ સહકારી બેંકો પાસે 10,000 કરોડ રૂપિયાથી વધુની ડિપોઝિટ (તથા થાપણો) છે, તેઓ હવે 3 કરોડ રૂપિયા સુધીની હોમ લોન આપી શકશે. આ ઉપરાંત, આ મોટી બેંકોને હોમ લોનની મુદત (Tenure) અને મોરેટોરિયમ નક્કી કરવાનો અધિકાર પોતપોતાના બોર્ડને આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને તેમની અનુકૂળતા મુજબ લોન ચૂકવવાનો વિકલ્પ મળશે.

સ્થાનિક વ્યાપાર અને ખેતીને મળશે પ્રોત્સાહન

આરબીઆઈએ રિયલ એસ્ટેટ સિવાયના મોટાભાગના ક્ષેત્રો માટે નક્કી કરાયેલી ક્ષેત્રવાર મર્યાદાઓ (Sector-wise Limits) હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્રામીણ બેંકો હવે સ્થાનિક જરૂરિયાત મુજબ કૃષિ (Agriculture), એમએસએમઈ (MSME) અને સ્થાનિક નાના વેપારીઓને વધુ ધિરાણ આપી શકશે. આ પ્રસ્તાવ અમલમાં આવવાથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને મોટો આવાસિય લાભ મળશે, લોનની શરતોમાં સુગમતા આવશે અને સહકારી બેંકોમાં લોકોના નાણાં પહેલાં કરતાં વધુ સુરક્ષિત રહેશે.



from chitralekha https://ift.tt/iJfnX9R
via

No comments:

Post a Comment

Pages