Latest

Wednesday, September 16, 2026

ભારત પર લાગશે 100 ટકા વધારાનો ટેરિફ?

નવી દિલ્હીઃ અમેરિકી પ્રતિનિધિ સભા રશિયા પર પ્રતિબંધ મૂકતા એક બિલને મંજૂરી આપે એવી શક્યતા છે. જો આ બિલ પસાર થશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાનો અધિકાર મળી જશે. આની અસર ભારત પર પણ પડી શકે છે. પ્રસ્તાવિત સુધારામાં ખાસ કરીને ભારતને પણ આવા ટેરિફના દાયરામાં આવતા દેશોમાં સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ નામનું આ બિલ ગયા મહિને અમેરિકી સેનેટમાં 86-11 મતોથી પસાર થયું હતું અને હવે તે પ્રતિનિધિ સભામાં છે. પ્રતિનિધિ સભાની નિયમ સમિતિએ આ બિલને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.ડેમોક્રેટિક સાંસદ સ્ટેની હોયર દ્વારા રજૂ કરવામાં આવેલા એક સુધારામાં બિલની ટેરિફ જોગવાઈઓ હેઠળ 10 દેશોને 100 ટકા સુધીના ટેરિફ માટે પાત્ર તરીકે સ્પષ્ટપણે નામિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ દેશોમાં ચીન, ભારત, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકનો સમાવેશ થાય છે.

ભારત પર લાગશે 100 ટકા વધારાનો ટેરિફ?

એવું નથી કે બિલ પસાર થતાં જ ભારત પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેને બદલે આ બિલ ભારતને એવા દેશ તરીકે સ્પષ્ટપણે ઓળખશે, જેના પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય છે. અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેવાનો રહેશે.અમેરિકી સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલા બિલમાં દેશોનાં નામ સ્પષ્ટપણે આપવામાં આવ્યાં નહોતાં. તેને બદલે તેમાં જથ્થાને આધારે ઓઇલ અને ગેસના પાંચ સૌથી મોટા આયાતકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બિલનો હેતુ રશિયન નેતૃત્વ, તેના ઊર્જા ક્ષેત્ર અને પ્રતિબંધોથી બચવામાં સામેલ જહાજો પર પ્રતિબંધો મૂકવાનો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિને રશિયન ઊર્જાના મોટા ખરીદદારો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવાનો પણ તેમાં પ્રસ્તાવ છે.

The post ભારત પર લાગશે 100 ટકા વધારાનો ટેરિફ? appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/HMpyeOk
via

No comments:

Post a Comment

Pages