નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં શુક્રવારે ભારતીય શૂટર્સ કમલજિત અને સુરુચિ સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પોતાની વ્યક્તિગત ઈવેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ બંનેએ જબરદસ્ત વાપસી કરી હતી. કમલજિત અને સુરુચિએ ફાઇનલમાં કુલ ૪૮૪.૬નો સ્કોર કર્યો. આ સ્કોર વર્લ્ડ રેકોર્ડથી માત્ર ચાર પોઈન્ટ ઓછો રહ્યો હતો.
ભારતીય જોડીએ શરૂઆતથી જ લીડ મેળવી હતી અને ફાઇનલમાં શાનદાર સાતત્ય જાળવી રાખ્યું. જોકે દક્ષિણ કોરિયાએ બાદમાં દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરુચિ અને કમલજિતે મજબૂતીથી પ્રદર્શન કરતાં ૬.૬ પોઈન્ટના મોટા અંતરથી જીત મેળવી હતી. બીજા સ્થાને દક્ષિણ કોરિયાની સુહ્યોન હોંગ અને ગાઉન ચુ રહી હતી, જેમણે ૪૭૮.૦નો સ્કોર કર્યો. ફાઇનલ રાઉન્ડમાં ભારતીય જોડીનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું. આ ઈવેન્ટમાં ઈરાને ૪૧૫.૮ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Gold for India in the Shooting 10m Air Pistol Mixed Team event – Suruchi Singh and Kamaljeet. This is India’s 2nd gold so far pic.twitter.com/iNtkeYotA7
— IANS (@ians_india) September 25, 2026
આ પહેલાં કમલજિત અને સુરુચિએ શાનદાર પ્રદર્શન કરતાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતની સિરીઝમાં ૧૯૬નો સ્કોર કર્યા બાદ ભારતીય જોડીએ બીજી સિરીઝમાં ૧૯૫ પોઈન્ટ મેળવ્યા અને કુલ સ્કોર ૩૯૧ સુધી પહોંચાડ્યો હતો. ત્યાર બાદ માત્ર ૨૦ શોટ બાકી હતા. ત્રીજી સિરીઝમાં તેમણે વધુ ૧૯૬ પોઈન્ટ ઉમેર્યા, જેને કારણે તેમનો કુલ સ્કોર ૫૮૭ થયો, જેમાં ૨૯ ‘ઇનર ૧૦’ સામેલ હતા.

અત્યાર સુધીના નિરાશાજનક પ્રદર્શન બાદ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતવાની ભારત પાસે આ છેલ્લી તક હતી. વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં કમલજિત નવમા અને સુરુચિ ૨૬મા સ્થાને રહી હતી અને બંનેમાંથી કોઈ પણ વ્યક્તિગત ફાઇનલમાં પહોંચી શક્યું નહોતું. ભારત પુરુષ અને મહિલા ટીમ ઈવેન્ટમાં પણ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. આ સાથે એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતના મેડલની સંખ્યા ૧૦ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધી શૂટિંગની અલગ-અલગ ઈવેન્ટમાં બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
The post સુરુચિ-કમલજિતે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/hT1Ur9y
via
No comments:
Post a Comment