મુંબઈના ગણેશોત્સવની ભવ્યતા જોવા માટે ખેતવાડી ગણેશોત્સવ ટ્રેલ એક ખાસ આકર્ષણ બની રહે છે. ગિરગાંવ અને ગ્રાન્ટ રોડ વિસ્તારની ખેતવાડીની ગલીઓમાં ગણપતિ બાપ્પાની વિશાળ મૂર્તિઓ અને ભવ્ય મંડપો શ્રદ્ધાળુઓ તેમજ મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે.

ખેતવાડીની બીજીથી લઈને તેરમી ગલી સુધીમાં અનેક ગણેશ પંડાલો સ્થાપિત છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત કરવામાં આવતી મૂર્તિઓમાં અલગ-અલગ થીમ, કલાત્મકતા અને કારીગરી જોવા મળે છે. ઘણી મૂર્તિઓની ઊંચાઈ 24થી 38 ફૂટ સુધી જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર મુંબઈના સૌથી ભવ્ય ગણેશોત્સવ સ્થળોમાં ગણાય છે.


એકબીજાની નજીક આવેલી આ ગલીઓના કારણે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પગપાળા અનેક મંડળોના દર્શન કરી શકે છે. થોડા જ અંતરમાં અલગ-અલગ ડિઝાઇન, થીમ અને શણગાર સાથે બાપ્પાના વિવિધ સ્વરૂપો જોવા મળતાં હોવાથી ખેતવાડીનો ગણેશોત્સવ એક અનોખો અનુભવ આપે છે.


ખેતવાડીના ગણેશોત્સવ સાથે અનેક યાદગાર ઐતિહાસિક ક્ષણો પણ જોડાયેલી છે. વર્ષ 2000માં અહીં સ્થાપિત કરવામાં આવેલી અંદાજે 40 ફૂટ ઊંચી ‘ખેતવાડીચા ગણરાજ’ની મૂર્તિએ ખાસ ચર્ચા જગાવી હતી અને મુંબઈના ભવ્ય ગણેશોત્સવના ઇતિહાસમાં તેનું નામ નોંધાયું હતું.


આજે પણ ખેતવાડીની ગલીઓમાં ભક્તિ સાથે સર્જનાત્મકતાનો અનોખો મેળ જોવા મળે છે. ભવ્ય મૂર્તિઓ, આકર્ષક મંડપો અને મોટી સંખ્યામાં ઉમટતા ભક્તો સાથે કેટવાડી ગણેશોત્સવ મુંબઈની ઉત્સવ પરંપરાની ભવ્ય ઝલક રજૂ કરે છે.



તસવીરો: દીપક ધૂરી
The post મુંબઈની ગલીઓમાં ભવ્યતા, કલા અને આસ્થાના સંગમની અનોખી તસવીરો appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/RdIY9lG
via
No comments:
Post a Comment